વોર્ડ નં. 4ના પાલિકા સભ્યએ જેસીબી મંગાવી સફાઇ શરૂ કરાવડાવી
તાજેતરમાં ભારે વરસાદને કારણે વિવિધ નદી નાળાઓ અને કોતરોમાં પૂરના પાણી આવવાની સાથે કચરો આવ્યા હતા. જેને લઈને કચરો પાઇપોમાં ભરાવાના કારણે પાણીની સમસ્યાનો નિકાલ બરાબર થતો હતો જેને લઇને વોર્ડ નંબર ચારમાં નગર સભ્ય કલ્પેશભાઈ ઢોંડીયા દ્વારા નગરપાલિકાની ટીમ સાથે રાખીને ગરનાળાઓમાં જેસીબી મશીન વડે કચરાની સાફ-સફાઈ કરી પાણીનો અવર-જવર નિયમિત કરાવડાવી હતી.
છેલ્લા સપ્તાહમાં તાપી જિલ્લામાં ભારે વરસાદના કારણે વ્યારામાં જળબંબાકાર થઈ ગયો હતો. વ્યારા પંથકની વિવિધ નદીઓ અને નાળા અને કોતરઓમાં પૂરના પાણીઓ આવી ગયા હતા. પૂરના પાણીઓની સાથે કચરાઓનું પ્રમાણ પણ વધી જતા પૂરના પાણી ઉતરવાની સાથે આ કચરો જેમાં વિવિધ કરનારાઓના પાઇપો પાસે જમા થઈ જતા પાણીની અવરજવરમાં મુશ્કેલી પડી રહી હતી.
જેને લઈને વોર્ડ નંબર ચારના નગરપાલિકાના સભ્ય કલ્પેશભાઈ ઢોડીયા દ્વારા વિસ્તારમાં આવેલા વિવિધ કોતર માં જેસીબી મશીન વડે કચરા ની સાફ-સફાઈ હાથ ધરાવડાવી હતી. તેમજ પાઇપ પાસે જામી ગયેલા કચરાને સાફ કરાવી પાણીની અવરજવર નિયમિત કરાવી હતી.


.png)