ચોમાસામાં ગામની શેરીઓમાં થઇ રહેલ કાદવ-કીચડની ગંદકીથી રોગચાળો ફાટી નીકળવાનો ભય
તાપી જિલ્લાના નિઝર તાલુકામાં સમાવેશ આશરે 3000 થી વધુ વસ્તી ધરાવતું કોટલી ગામની શેરીમાં કાદવ- કીચડની ગંદકીથી ગામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગામની શેરીઓમાં ઠેર ઠેર માટી મોરમ નાખવામાં આવેલ છે. પણ વરસાદી પાણીના કારણે આખા ગામમાં કાદવ-કીચડથી થતું ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
કોટલી ગામની આશરે 14 જેટલી શેરીઓ આવેલ છે, જેમાં સંપૂર્ણ આદિવાસી સમાજના લોકો વસવાટ કરતા હોય છે. જેમાં મોટા ભાગના લોકોઓ મજૂરી તેમજ ખેતી સાથે પશુપાલનનો વ્યવસાયથી કુટુંબ પરિવારનું જીવન નિર્વાહ કરી રહ્યા છે. કોટલી ગામના શેરીઓમાં વસવાટ કરતા લોકોના ઘર આંગણા સુધી કાદવ કીચડની ગંદકી હોવાથી લોકોઓ હેરાન પરેશાન થઇ ગયા છે.
ચોમાસાની સીઝન હોવાથી ગામમાં ઠેર ઠેર કાદવ-કીચડથી થતી ગંદકીના કારણે ગલીઓ માંથી પસાર થવું પણ ગામજનોને ભારે મુશ્કેલી પડતી હોય છે. તેમજ ગામમાં આવી ગંદકીના લીધે મચ્છરોનું ઉપદ્રવ વધવાની શક્યતા છે. તેમજ ગામમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ લાગી રહ્યો છે.
કોટલી ગામમાં આતંરિક રસ્તા ઉપરથી લઈનેના લોકોના ઘરોના આંગણા સુધી કાદવ-કીચડ હોય છે. તેમજ ગામમા ઘણી શેરીઓમાં ગટરના અભાવ હોવાથી વરસાદી પાણીનો નિકાલ નહી થતાં પાણીનો ભરાવો થઇ રહ્યો છે. ગામજનો વર્ષોથી ચોમાસાની સીઝનમાં ચારે માસ કાદવ-કીચડવાળી ગંદકીમાં રહેવા માટે મજબૂર બનતા હોય છે. તેમ છતાં આજદિન સુધી સ્થાનિક તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. કોટલી ગામજનોને કાદવ-કીચડવાળી ગંદકીથી ક્યારે મુક્તિ મળશે. તેવી ચર્ચા ગામજનો જોરશોરથી થઇ રહી છે.


.png)