વાલોડ તાલુકામાં રોડની સાઈડે લગાવવામાં આવતા એંગલ કપુરા રૂપવાડા જતા રોડની બાજુમાં આવેલ લોખંડના થાંભલા વરસાદના કારણે લગડી ગયેલા હોય તે કાઢી વેચવાની પહેરવી કરનારા બે ઇસમોને બાતમીના આધારે ઝડપી પાડી વાલોડ પોલીસ દ્વારા ગુનો ઉકેલવામાં આવ્યો. વાલોડ પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે કેટલાક ઈસમો વાલોડ કણજોડ રોડ પર આવેલ એસ્સાર પેટ્રોલ પંપ પાસે લોખંડના એંગલ સગે વગે કરવાની તૈયારી કરે છે.
એ બાતમીના આધારે વાલોડ પોલીસ દ્વારા રેડ કરતા રોજની બાજુમાં લોખંડના એંગલ પડેલ હોય અને આ સ્થળ પર બે ઇસમો હાજર હોય એ બંને ઈસમોને ઝડપી પાડી વાલોડ પોલીસે પૂછપરછ કરતા એંગલની માલિકી બાબતે કોઈ ખરીદી બિલ કે દસ્તાવેજી પુરાવા રજૂ ન કરતા આ એંગલો શંકાસ્પદ જણાતા બંને ઈસમોના નામ ઠામ પૂછતા સમીરભાઈ કુથીયાભાઈ ગામીત આશ્રમ ફળિયું અંબાચ તથા નીલકેશભાઈ નવીનભાઈ ગામીત સડક ફળિયું, અંબાચના હોવાનું જણાવ્યું હતું.
તેમની પાસેથી મળી આવેલ લોખંડના એંગલ જોતા પ્રાથમિક દ્રષ્ટિએ માર્ગ અને મકાન વિભાગના રોડની સાઈડે લગાવવામાં આવતા એંગલ હોવાનું જણાવતા, આ લોખંડના એંગલો કુલ નંગ 113 હોવાનું અને એંગલ આશરે ચાર ફૂટ લંબાઈના હોય આ એંગલો કબજે કરી કુલ રૂ. 22,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પુછપરછ દરમિયાન આ બંને ચોરોએ એકબીજાની મદદગારીથી કપૂરાથી રૂપવાડા જતા રોડની બાજુમાં લગાવેલ લોખંડના થાંભલા વરસાદને કારણે લગડી ગયેલ હોય તે કાઢીને ભાડાની ઓટો રીક્ષામાં વાલોડ ખાતે લઈ આવી ભંગારવાળાને ત્યાં વેચવા આવ્યા હોવાની હકીકત જણાવતા એંગલ ચોરી અંગે છળ કપટથી મેળવેલ હોવાનો અને બીલો ન હોવાથી સ્થળ પરથી કુલ 113 થાંભલાનો મુદ્દામાલ કબજે કર્યો હતો આરોપીઓ વિરોધ સીઆરપીસીની કલમ 41(1) d મુજબની કાર્યવાહી કરી કરવામાં આવી છે.


.png)