વાલોડ તાલુકામાં ખેતરોમાંથી વીજ મોટર ચોરી કરતા ત્રણ ચોર પકડાયા

News 16
0
વાલોડ તાલુકામાં ખેતરોમાં મૂકવામાં આવેલ વીજ મોટોરો ચોરી જતા હોવાની ફરિયાદો ઘણી ઉઠી હતી, વાલોડ પોલીસ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવતી હતી, પરંતુ ચોરોને ઝડપવામાં સફળ થયા ન હતા. આખરે મળેલ બાતમીના આધારે વાલોડ પોલીસે બે ચોરોને ઝડપી પાડી છ સબમર્સીબલ મોટર કબજે કરી હતી અને એક ભંગારીયાને પણ ઝડપી પાડી હતી.



વાલોડ તાલુકામાંથી અવર-નવાર ખેતરોમાંથી વીજવાયરો, કોયલ કે સબમર્સીબલ મોટર ચોરાઈ જતી હોવાની ફરિયાદો ઉઠી હતી. વાલોડ પોલીસ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવતી હતી, પરંતુ ઘણા સમયથી સફળતા મળી ન હતી પોલીસ દ્વારા આ અંગે તપાસના આધારે સબમર્સીબલ ચોરનારાઓને બાતમીના આધારે પકડી પાડેલા હતા અને તેમની પાસેથી છ જેટલી સબમર્સીબલ મોટરો કબજે લેવામાં આવી છે.

જેમાં બે ચોરો વિરલ નગીન ભરતભાઈ હળપતિ બાવડી ફળિયું, વાંકાનેર,તા.બારડોલી તથા અનિલ હિતેશભાઈ હળપતિ રહે નવાગાળા ફળિયું, નનસાડ,તા. વાલોડનાઓ પાસેથી બે સબમરસીબલ મોટર તથા ભંગારનો ધંધો કરતો જમીન નવસાદ રફિકખાન હાલ રહે વાલોડ પાસેથી ચાર સબમરસીબલ મોટર મળી કુલ છ સબમરસીબલ મોટર પોલીસે કબજે કરી હતી.

જેમાં ફરિયાદી સુરેશભાઈ નાથુભાઈ પટેલ રહે. નનસાડ, તાલુકો : વાલોડના ખેતરમાંથી એક માસ પહેલા ખાંભલા ગામની સીમમાં આવેલ સર્વે નંબર 47 વાળા ખેતરમાંથી ટુ ફેસની સિંગલ ફેજની સબમરસીબલ મોટર જેની કિંમત રૂ. 5000 તેમજ વાલોડના ખેડૂત બિસ્મિલ્લાખાન હમિદખાન પઠાણનાઓની વાલોડ ખાતે આવેલ બ્લોક નંબર 741/2 વાળા ખેતરના બોરવેલમાં લગાવેલ પાંચ એચ.પી.ની સબમરસીબલ મોટર જેની કિંમત રૂ. 5000 ચોરાઈ હોવાનું જણાવેલ હતું.

આ સિવાયની ચાર મોટોરો કોની છે, તે અંગેની ઓળખ હજી બાકી છે, આ તમામ વિષયોમાંએ અલગ અલગ સમયે ચોરી કરેલ હોવાની હાલ કબૂલાત કરેલ છે, વાલોડ પોલીસે આ અંગે આરોપીઓને પકડી મુદ્દામાલ કબજે કર્યો છે, કુલ રૂ. 30,000 ની ચોરી કરી હતી, આ મોટરો આરોપી જમીલ ઉર્ફે નવસાદ રફિક ખાન હાલ વાલોડ ખાતે કણજોડ રોડ ઉપર આવેલ બાબા આંબેડકર સ્કૂલની સામે જેણે સબમર્સીબલ મોટર ચોરી હોવાનું જાણવા છતાં આરોપીઓ પાસેથી સબમર્સીબલ મોટરો ખરીદી કરી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ હોવાનું હાલ કબુલ્યું છે.

અન્ય ચાર મોટર ક્યાંથી ચોરવામાં આવી તે અંગે વાલોડ પોલીસ તપાસ કરી રહી છે, અને આ ચોરટાઓ દ્વારા કેટલી જગ્યાએ ચોરી કરવામાં આવી તે પણ રિમાન્ડ દરમ્યાન વધુ વિગતો અને વધુ આરોપીઓ નીકળે એવી હાલ સંભાવનાઓ રહી છે, વાલોડ પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top