તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આદિવાસીઓ દ્વારા પરંપરાગત રીતે પ્રથમ વરસાદ થતાં જ પ્રકૃતિનું જતન કરતાં નાંદુરીયા દેવનું પૂજન અર્ચન વિધી ગોલણ ગામે કરવામાં આવી હતી. જેમાં ગ્રામજનો બહોળી સંખ્યામાં જોડાયા હતાં અને પરંપરાગત રીતે પુજન વિધી કરવામાં આવી હતી.
ગોલણ ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની શરૂઆત થાય અને પ્રથમ વરસાદે નવી વનસ્પતિ ઉગી નીકળે છે તે સમયે આદિવાસીઓ દ્વારા નાંદુરીયા દેવનું પુજન કરવામાં આવે છે.અને વનસ્પતિ ઉગી નીકળતાં એમાંથી વિવિધ પ્રકારના વૃક્ષોનાં,પાન,ફળ છાલનો ઉપયોગ કરીને અકૅ બનાવીને તેને દરેક વ્યક્તિને આપવામાં આવે છે.
આ પ્રસંગે ગામના ભગત પરભુ ભાઈ, અમરસિંહ ભાઈ, વાલોડ તાલુકાના સદસ્ય સતીષભાઈ કોંકણી, ભાજપના તાપી જિલ્લાના મહામંત્રી આગેવાન પંકજભાઈ ચૌધરી ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. નાંદુરીયા દેવનું પૂજન અર્ચન કરવામાં આવે છે અને આ દિવસે વર્ષ દરમિયાન મજુરીના વિવિધ પ્રકારના દર નક્કી કરવામાં આવે છે. આદિવાસી પરંપરાગત રીતે પ્રકૃતિનું પુજન અર્ચન કરવામાં આવે છે. ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

.png)