ઉકાઇમાં 1 હજાર ક્યુસેક પાણીની આવક
તાપી જિલ્લામાં જુલાઈ માસી શરૂઆતની સાથે મેઘરાજાનો આગમન થઈ જતા ધરતીપુત્રમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે છેલ્લા ત્રણ દિવસથી તાપી જિલ્લાના વ્યારા સહિત તમામ તાલુકામાં હળવા તેમજ ભારે વરસાદ આવવાના કારણે ખેડૂતોને ચિંતા ઓછી થાય છે.
જૂન માસમાં એકદમ ઓછા વરસાદના કારણે તાપી જિલ્લાના ખેડૂતોમાં વરસાદને લઈને મુશ્કેલી સર્જાઇ હતી આકાશી ખેતી પર નભતા ખેડૂતો પણ ચિંતાગ્રસ્ત બની ગયા હતા.જોકે જુલાઈ માસી શરૂઆત સાથે જ તાપી જિલ્લામાં મેઘરાજા નાખી દેતા છેલ્લા ત્રણ દિવસથી વરસાદ નો આગમન યથાવત રહ્યું છે.
તાપી જિલ્લા ડિઝાસ્ટરના જણાવ્યા મુજબતાપી જિલ્લામાં ૨૪ કલાકમાં ઉચ્છલમાં ૧૨મીમી, કુકરમુંડામાં ૨૮, ડોલવણમાં ૪, નિઝરમાં ૩, વ્યારામાં ૨૫મીમી, વાલોડમાં ૨૫મીમી, સોનગઢમાં ૪૦મીમી વરસાદ નોંધાયો છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટી સાંજે ૬ વાગે ૩૧૫.૫૪ ફુટ નોંધાઇ છે. ડેમમાં ૧ હજાર ક્યુસેક પાણીની આવક સામે ૧ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.


