ગ્રામપંચાયતની ચૂંટણીમાં હાર સહન ન થતા આક્ષેપો કરાયા : ઉપસરપંચ
વાલોડ તાલુકો ડોલવણ તાલુકાના ગાંગપુર ગામમાં નદી ફળિયામાં સો વર્ષ જુના ઝાડો લોક ઉપયોગી હોવા છતાં પદાધિકારીઓ દ્વારા આર્થિક સ્વાર્થ માટે વૃક્ષોની ઉપયોગીતા અને મહત્વ ભૂલીને પર્યાવરણને નુકસાન કરી કાપી નાખ્યો હોવા અંગેની ફરિયાદ તાપી કલેક્ટરને કરવામાં આવી બે માસથી તાલુકા વિકાસ અધિકારી અને જંગલ ખાતામાં ફરિયાદ છતાં કાર્યવાહી ન કરવાનો આક્ષેપો કરવામાં આવ્યા. ગાંગપુર રહેતા હિતેશ પટેલ દ્વારા કલેક્ટરને ઉદ્દેશીને અરજ લખવામાં આવી છે તેમાં જણાવવામાં આવ્યું હતું કે નદી ફળિયા વિસ્તારમાં 100 વર્ષથી પણ જુના ખાટી આમલીના વૃક્ષો આવેલા હતા.
આ વૃક્ષો ઉપયોગી હોવા છતાં સરપંચ અને ઉપસરપંચ એ આર્થિક સ્વાર્થ માટે વૃક્ષોના ઉપયોગીતા અને મહત્વ ભૂલીને પર્યાવરણને નુકસાન પહોંચતું કાર્ય કર્યું હોય એવી અરજી ટીડીઓ અને વન વિભાગ વ્યારાને આપવામાં આવી હતી, આ અરજી કર્યાને બે માસ વીતી ગયા હોવા છતાં પણ જવાબદારો સામે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી ન હતી, વૃક્ષો કાપવા માટે જંગલ ખાતા કે મામલતદારની પૂર્વ મંજૂરી લીધા વિના ગ્રામ પંચાયત દ્વારા પોતાના સ્વાર્થ માટે વૃક્ષોને આપવામાં આવ્યા હોવાનું તેમજ ગ્રામ પંચાયત મામલતદાર કચેરી કે પંચાયત દફતરમાં ઠરાવ કરવામાં આવ્યો ન હતો.
ત્રણ મહિના પહેલા ડાંડવાળા રસ્તાની આજુબાજુના બાવળના વૃક્ષો કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વિના કાપવામાં આવ્યા હતા. બુહારી ગામના વેપારીને ગ્રામ પંચાયત દ્વારા વૃક્ષોના લાકડા કાપીને વેચવામાં આવેલ છે, ત્રણ મહિના અગાઉ કાપવામાં આવેલ વૃક્ષોના લાકડા પણ આ જ રીતે આ જ વેપારીને વેચવામાં આવ્યા હતા. અવારનવાર આવા વૃક્ષો કાપી જનાર લોકો સામે અને ગ્રામ પંચાયત સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે, જવાબદાર અધિકારીઓ દ્વારા વિરુદ્ધ તપાસ કરી યોગ્ય પગલાં લેવામાં આવે તો સરપંચ અને ઉપસરપંચ દ્વારા ગામની અંદર લોકોને અંધારામાં રાખીને કરવામાં આવેલ ઘણા કૌભાંડો તેમજ ગેરરીતિ સામે આવે તેમ છે, તમામ ગેરકાયદેસરના કૃત્ય કરનાર સામે કલેક્ટર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી છે.
સુરક્ષા માટે માત્ર ડાળખા ઉતારવામાં આવ્યા
ગાંગપુરના ઉપસરપંચ મનોજભાઈ પટેલનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે નદી ફળીયા વિસ્તારમાં લોકોની તા.20મી એપ્રિલની અરજીને ધ્યાને લઇ લોકોની મંગ અનુસાર ઘર પર ઝાડ તૂટી પડે તે હેતુથી સુરક્ષા માટે માત્ર ડાળખા ઉતારવામાં આવ્યા હતા, જો ઝાડ કાપવામાં આવ્યા હોય તો એક પણ થડ બતાવી તો શકે, ગ્રામ પંચાયતની ચૂંટણીનાં હાર સહન ન થતાં ખોટી ખોટી અરજીઓ કરવામાં આવે છે, દાંડ ફળીયામાં પણ આવી જ પરિસ્થિતિ હોવાનુ જણાવ્યું હતું.



.png)