ધો.1થી5ના 44 ભૂલકા એક જ ઓરડામાં બેસી ભણવા મજબૂર
તાપી જિલ્લાના છેવાડાના કુકરમુંડા તાલુકામાં આવેલા આમોદા તર્ફે સતોના ગામની પ્રાથમિક શાળામાં 1થી5 ધોરણમાં આશરે 44 જેટલાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે. જે બાળકો માટે માત્ર એક જ શિક્ષક હોવાથી બાળકોનો ભવિષ્ય અંધકારમાં જોવા મળી રહ્યો છે. કેટલાક સમયથી આ પ્રાથમિક શાળામાં ધોરણ-1થી 5ના બાળકો વચ્ચે માત્ર એક શિક્ષકથી ગાડુ ગબડાવવામાં આવી રહ્યું છે.
સાતેક વર્ષથી શાળા માત્ર એક જ શિક્ષકના ભરોશે
આમોદા તર્ફે સતોના ગામની પ્રાથમિક શાળામાં બે આરોડાઓ હોય જે શાળામાં શિક્ષકની ઘટ હોવાથી ધોરણ-1થી 5માં અભ્યાસ કરતા 44 જેટલાં બાળકોને એક જ ઓરડામાં બેસાડીને ભણાવવામાં આવી રહ્યા છે. આ ગામની પ્રાથમિક શાળાના એકને એક જ શિક્ષક હોવાથી ઓફિસને લાગતું કામકાજ હોય તો શિક્ષકને ભારે મુશ્કેલીનો સામાનો કરવો પડતો હોય છે. આમોદા તર્ફે સતોના ગામની પ્રાથમિક શાળામાં આશરે સાતેક વર્ષથી માત્ર એક જ શિક્ષકથી શાળા ચાલી રહી છે.
અનેક વાલીએ બાળકોને અન્ય શાળામાં મુક્યા
પ્રાથમિક શાળામાં માત્ર એક જ શિક્ષક હોવાથી બાળકોના વાલીઓને પણ પોતના બાળકોનો ભવિષ્ય અંધકારમાં દેખાતા અનેક વાલીઓ આ પ્રાથમિક શાળામાંથી બાળકોને બીજી પ્રાથમિક શાળામાં મુક્યા હોવાનું પણ જાણવા મળેલ છે. પ્રાથમિક શાળામાં બાળકો માટે પાયાના શિક્ષણમાં શિક્ષક પૂરતા ના હોય એ કેટલુ યોગ્ય કહેવાય, આમોદા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકનું ઘટ હોવા છતાં અન્ય શિક્ષકની નીમણુંક કરાઇ નથી.


.png)