ઉકાઈ નજીક આવેલા લીંબી ગામ પાસે થી પોલીસે બાતમીના આધારે ગેરકાયદે લઈ જવાતી 10 ભેંસ સાથે નો એક પિક અપ ટેમ્પો ઝડપી લઈ બે ઇસમો ની અટક કરી હતી. ઘટના અંગે પોલીસસૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ઉકાઈ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ માં હતો.
ત્યારે બાતમી મળી હતી કે નવાપુર તરફ થી આવતા એક પિક અપ ટેમ્પો માં ભેંસો ભરવા માં આવી છે અને ઝંખવાવ તરફ લઈ જવામાં આવે છે. આ અંગે પોલીસે લીંબી ગામ ની સીમમાં હિંદુસ્તાન બ્રિજ પાસે ઉકાઈ માંડવી રોડ પર વોચ ગોઠવતાં બાતમી પ્રમાણે નો ટેમ્પો નંબર GJ-02-XX-5004 મળી આવ્યો હતો.ટેમ્પો માં તપાસ કરતાં તેમાં ખીચોખીચ સ્થિતિ માં ભરવા માં આવેલી 09 ભેંસ અને 01 પાડી મળી આવી હતી.
આ અંગે ટેમ્પો ચાલક પાસે કોઈ જાત ની પરવાનગી મળી ન હતી.પોલીસે ટેમ્પો માંથી મળી આવેલા સહજાદ મહેબૂબ મુલતાની અને તાહિર મુન્ના મુલતાની બંને રહે.મુલતાની ફળિયું ઝંખવાવ જી.સુરત ની અટક કરી પૂછપરછ કરતાં સદર ભેંસો ઝંખવાવ ના સલ્લુ ઉર્ફે સાહિલ સઇદ મુલતાની એ નવાપુર ના જુદા જુદા ગામો માંથી ભરાવી હતી અને ઝંખવાવ લઈ ને આવવા નું કામ ચાલક ને સોંપ્યું હતું.પોલીસે 50,000 ની કિંમત ની 10 ભેંસ અને ટેમ્પો તથા ત્રણ મોબાઈલ મળી કુલ રૂ.2,60,000 નો મુદ્દામાલ સીઝ કરી સલ્લુ ઉર્ફે સાહિલ ને વોન્ટેડ જાહેર કર્યો હતો.

.jpg)

.png)