વિકી-કેટને જાનથી મારી નાખવાની ધમકી:એક્ટરે મુંબઈના સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી, પોલીસે તપાસ શરૂ કરી

0
વિકી કૌશલે ફરિયાદમાં કહ્યું, તે વ્યક્તિ કેટરીનાને સો.મીડિયામાં સ્ટોક કરે છે



બોલિવૂડ એક્ટર વિકી કૌશલે હાલમાં જ મુંબઈના સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વિકી કૌશલે એક વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ કરી છે. આ વ્યક્તિએ કેટ-વિકીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાંતાક્રૂઝ પોલીસે આ કેસમાં ઇન્ડિયન પિનલ કોડની કલમ 506(2), 354(D) r/w સેક્શન 67 IT એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે.

ફરિયાદમાં વિકીએ શું કહ્યું?
ફરિયાદમાં વિકી કૌશલે કહ્યું હતું કે આ વ્યક્તિ તેની પત્ની કેટરીના કૈફને સો.મીડિયામાં સ્ટૉક કરી રહ્યો છે. આ સાથે જ તેને પણ ધમકી આપી હતી. ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે છેલ્લાં ઘણાં દિવસોથી આ વ્યક્તિ કેટરીનાની સો.મીડિયા એક્ટિવિટી પર સતત નજર રાખી રહ્યો છે. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top