સોનગઢ વ્યારા નેશનલ હાઇવે પર બાઈકમાં વિદેશી દારૂ લઈ જતાં બે ખેપિયાઓ પકડાયા

0
સોનગઢ વ્યારા નેશનલ હાઇવે પર આવેલા માંડળ ગામ ના ટોલનાકા પાસે થી પોલીસે બાતમી ના આધારે બાઈક પર વિદેશી દારૂ લઈ પસાર થતાં બે ખેપિયા ને ઝડપી લીધા હતા. અને આગળની વધુ તપાસ હાથ ધરી છે. ઘટના અંગે પોલીસસૂત્રો પાસેથી મળેલી વિગત પ્રમાણે સોનગઢ તાલુકાના માંડળ ગામ ના ટોલનાકા પાસે પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ માં હતો ત્યારે બાતમી મળી હતી કે નવાપુર થી એક બાઈક પર વિદેશી દારૂ લઈ બે યુવકો સુરત તરફ જવાના છે.



આ આધારે વોચ ગોઠવવામાં આવી હતી.દરમિયાન બાતમી પ્રમાણે ની બાઈક રોડ પર નજરે પડતાં તેને અટકાવવા માં આવી હતી અને વધુ તપાસ કરતાં બાઈક પર મૂકેલો થેલા માંથી રૂપિયા 8,800 ની કિંમત ની પાસ પરમિટ વિના ની વિદેશી દારૂ ની બાટલીઓ મળી આવી હતી.આ બનાવમાં પોલીસે કાયદા ના સંઘર્ષ માં આવેલો સુરત ડીંડોલી નો એક કિશોર અને ભૂષણ રાજેન્દ્ર કુશવાહ રહે. રામ પાર્ક ડીંડોલી ની સામે ગુનો દાખલ કરી બાઈક, મોબાઈલ અને દારૂ મળી કુલ રૂ.59,300 નો મુદ્દામાલ સીઝ કર્યો હતો.આ દારૂ નો જથ્થો પૂરો પાડનાર કાકા વાઇન શોપ નવાપુર ના બંસી લાલ નામના ઈસમ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top