દ્રૌપદી મુર્મુ (64 વર્ષ) એ સોમવારે, 25 જુલાઈએ દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. તેઓ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાએ દ્રૌપદી મુર્મુને પદના શપથ લેવડાવ્યા હતા.
હું દેશના તમામ નાગરિકોને નમ્રતાપૂર્વક શુભેચ્છા પાઠવું છું: મુર્મુ
દેશના 15મા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથગ્રહણ બાદ પોતાનું સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે હું સમગ્ર ભારતના નાગરિકોની આશાઓ અને આકાંક્ષાઓ અને અધિકારોના પ્રતિક સમાન આ પવિત્ર સંસદ તરફથી તમામ દેશવાસીઓને નમ્રતાપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. તમારી આત્મીયતા, તમારો વિશ્વાસ અને તમારો સાથ, મારા માટે આ નવી જવાબદારી પૂરી કરવામાં મારો ઘણો મોટી તાકાત હશે.
દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બન્યા મુર્મુ
આદિવાસી સમુદાયમાં જન્મેલી દ્રૌપદી મુર્મુ સંસદના સેન્ટ્રલ હોલમાં સવારે 10.15 કલાકે દેશના સર્વોચ્ચ બંધારણીય પદના શપથ લીધા છે. CJI રમણાએ શપથગ્રહણ કરાવ્યા હતા. આ પહેલા રાજઘાટ પહોંચીને તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.
મુર્મુના શપથ ગ્રહણ કાર્યક્રમમાં ઓડિશાના 64 વિશેષ મહેમાનો હાજરી આપી છે. શપથ બાદ રાષ્ટ્રપતિ ભવનમાં વિશેષ મહેમાનો માટે લંચનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાર બાદ દરેકને આખી બિલ્ડીંગ ફેરવવામાં આવશે. મુર્મુ દેશના 10મા રાષ્ટ્રપતિ છે જેમણે 25 જુલાઈએ શપથ લીધા છે.



.png)