ચાલુ સ્કૂલે પ્રચાર કરતા શિક્ષણકાર્ય ખોરવાયું, વિદ્યાર્થીઓને કચરાના ઢગલા પાસે જમાડ્યા
પાર્ટીના નેતાઓને ખુશ કરવામાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ ધનેશ શાહ ભાન ભૂલ્યા હતા. સાંસદ સી. આર. પાટીલના પ્રદેશ અધ્યક્ષ તરીકે 2 વર્ષ પૂરા થતા અભિનંદન આપતા ભાજપના બેનરો સાથે ધનેશ શાહ ચાલુ શિક્ષણકાર્ય દરમિયાન શાળાઓમાં ઘુસી ગયા હતા અને પાર્ટીનો પ્રચાર કર્યો હતો. એટલું જ નહીં ગરીબ વિદ્યાર્થીઓને ભાજપના બેનરો પકડાવી સ્વપ્રસિદ્ધિ માટે ફોટો સેશન કરાવ્યું હતું. શાળાના ગ્રાઉન્ડમાં સફાઇની દરકાર ન લઇ ગંદકી અને કચરા નજીક જ બાળકોને મધ્યાહન ભોજન આપવા બેસાડી દેવાયા હતા. આમ તો ચાલુ શાળાએ પાર્ટીનો કાર્યક્રમ થઇ શકે નહિં.
ચાલુ શાળાએ પ્રચાર કરવા ઘુસી જતા શિક્ષણ કાર્ય ખોરવાયું
સીઆર પાટીલને વ્હાલા થવા અધ્યક્ષ ધનેશ શાહ ભાન ભૂલ્યા હતા. પાર્ટીનો ખેસ અને ટોપી પહેરીને તેઓ સ્કૂલે પહોંચી જતા શિક્ષકો ચોંકી ઉઠ્યા હતા. ચેરમેન અઠવા ઝોનની સામે આવેલી શાળા નંબર 7, ભટાર અંબાનગરમાં CR પાટીલ કાર્યાલય પાસે આવેલી શાળા નં 11માં ગયા હતા. ચાલુ શાળાએ પ્રચાર કરવા ઘુસી જતા શિક્ષણ કાર્ય ખોરવાયું હતું. આ અંગે ચેરમેન ધનેશ શાહે જણાવ્યું કે, ભૂલ થઇ ગઇ છે બીજી વાર આ બાબતે ધ્યાન રખાશે.
12 દિવસ સુધી ફરિયાદ નહીં આપતા લંપટ આચાર્યને ભાગવાની તક મળી
સુરત: પુણામાં આવેલી શાળા નં 300ના આચાર્ય નિશાંત વ્યાસ સામે વિદ્યાર્થીઓ સાથે જાતીય સતામણીનો મામલો 6 જુલાઇના રોજ બહાર આવ્યો હતો. જો કે ત્યારબાદ 12 દિવસ સુધી પોલીસ ફરિયાદ ન થતા આરોપી આચાર્યને ભાગી જવાની તક મળી હતી. છેલ્લા 3 દિવસથી પોલીસ આરોપીને શોધી રહી છે. એક તરફ વિદ્યાર્થીઓ સાથે જાતીય સતામણીના ગંભીર કેસમાં આરોપી આચાર્ય ભાગી ગયો છે અને બીજી બાજુ શિક્ષણ સમિતિના ચેરમેન ચાલુ સ્કૂલે પાર્ટીનો પ્રચાર કરવામાં વ્યસત છે. ઉપરાંત પ્રવેશોત્સવ માટે સ્કૂલબેગનું 50 લાખનું ટેન્ડર મેળવવા બોગસ પુરાવા રજૂ કરનાર આરોપી રવિકુમાર ઉકાણી પણ ઢીલાશના કારણે ભાગી ગયો છે.
.png)

.png)