વ્યારા તાલુકાના વીરપુર ગામમાં અકસ્માત:કોલેજની ફી ભરવા જઇ રહેલા યુવકની બાઇક સ્લીપ થતાં 1નું મોત,બીજાને ઇજા

0

વ્યારા તાલુકાના વીરપુર ગામની સીમમાં બારડોલી કોલેજમાં ફી ભરવા જઇ રહેલા બે યુવકોની મોટરસાયકલ ડિવાઇડર સાથે અથડાઈ જતા અકસ્માત થયો હતી.જેમાં મોટર સાયકલ પાછળ બેઠેલા એક યુવકની ઘટના સ્થળે કરુણ મોત જ્યારે ચાલક યુવકને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે વ્યારા જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા બનાવ અંગે પોલીસને જાણ થતા ઘટના સ્થળે જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઉચ્છલ તાલુકાના કુભરાડ ગામમાં ડુંગરી ફળિયામાં સાગરભાઇ શંભુભાઈ વસાવા તેમજ હર્ષદભાઈ ઈશ્વરભાઈ વસાવા તેમના પરિવારો સાથે રહે છે.


ગત 20 તારીખના રોજ સાગરભાઇ વસાવા એ બારડોલી કોલેજમાં પહેલા વર્ષમાં એડમિશન લીધું હતું જેની ફી ભરવા માટે બારડોલી કોલેજ જવાના હતા ત્યારે તેમણે તેમના મિત્ર હર્ષદભાઈ ઇશ્વરભાઇ વસાવાને સાથે પ્લસર મોટરસાયકલ gj 05 પી એફ 8623 પર બારડોલી જવા નીકળ્યા હતા. જે દરમિયાન નેશનલ હાઇવે નંબર 53 ઉપર વ્યારા તાલુકાની વિરપુર ગામની સીમમાં બપોરના 2:00 વાગ્યા પસાર થતા હતા ત્યારે સાગર વસાવા એ મોટરસાયકલ ના સ્ટેરીંગ પર કાબુ ગુમાવી દેતા રોડની બાજુમાં ડિવાઈડર સાથે અથડાવી દીધા હતા


મોટરસાયકલ રોડ પર પટકાતા તેની ઉપર બેઠેલા બંને યુવકો નીચે પડતા જે પૈકી પાછળ બેઠલ હર્ષદભાઈ ઈશ્વરભાઈ વસાવા ઉમર 18 ને મોઢા તેમજ માથાના ભાગે ઇજા થતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે મોટરસાયકલ ચાલક સાગર વસાવા ઉમર 17 ને પણ ઇજા પહોંચતા તેને સારવાર માટે વ્યારા જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top