વ્યારા નગરપાલિકાના કાનપુરા વિસ્તારમાં આવેલી ઉર્મિલતા રેસીડેન્સી પાસેની ગલીમાં અને પાછળના ભાગે છેલ્લા કેટલા સમયથી નગરપાલિકા દ્વારા મૂકવામાં આવેલી સ્ટ્રીટ લાઇટો બંધ હોવાને પગલે આ માર્ગનો ઉપયોગ કરતા સ્થાનિકોમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. જે બાબત માં વ્યારા પાલિકા એ આજ રોજ સ્ટ્રીટ લાઈટ રિપેર કરી દેતા સ્થાનિકો માં આનંદ છવાયો હતો. વ્યારા નગરપાલિકા ના કાનપુરા વિસ્તારમાં ભારત સ્વીટની સામેની ગલીમાં ઉર્મિલતા રેસીડેન્સી માં સ્ટ્રીટ લાઈટો મૂકવામાં આવી છે.
પરંતુ છેલ્લા કેટલાક દિવસથી આ ગલીઓમાં અંધારપટ છવાઈ જવાના કારણે આ વિસ્તારના રહેશો માં અવર જવર દરમિયાન મુશ્કેલી પડી રહી હતી . વ્યારા નગરપાલિકામાં અવારનવાર રોશની વિભાગમાં રજૂઆતો કરવા છતાં સ્ટ્રીટલાઈટ રીપેર ન કરતા છેલ્લા કેટલાય દિવસથી ચાર થી પાંચ સ્ટ્રીટ લાઈટો બંધ રેહવા ના કારણે સ્થાનિકો અંધકાર યુગમાં જીવી રહ્યા હતાં.
રાત્રિના સમયે અંધકારના વાતાવરણમાં વિવિધ જીવજંતુઓ બહાર ફરી રહ્યા હોય તેવા સમયે આ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ માટે મુશ્કેલ ભર્યું બની રહ્યું છે. મુશ્કેલી બાબતનો અહેવાલ સહ તસવીર પ્રસિદ્ધ થતા નગરપાલિકાના રોશની વિભાગ ના અધિકારી ધીરુભાઈ ભારતી દ્વારા કાનપુરા ની સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવાની સાથે લાઈટો પાસે આવેલા જરૂરી સાફ-સફાઈ પણ કરી દેતા સ્થાનિકોમાં રાહત થઈ હતી.
.png)

.png)