બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ!:BJP હોદ્દેદારે ઉમેદવાર પાસે 50-50 હજાર ઉઘરાવ્યાનો વીડિયો વાઈરલ, મને બદનામ કરવા ડબીંગ કરી વાઈરલ કરાયોઃ વૈભવ જોશી

0

પરિક્ષા રદ થતા દાવ ઉંધો પડ્યો હતો જેથી તેને નુકસાન થયુ હોવાનો પણ તેણે વીડિયોમાં જણાવ્યું
પેપરની જવાબદારી નિભાવનાર અધિકારીઓને દોઢ લાખ અને અન્ય અધિકારીઓને બે લાખ આપ્યા હોવાની પણ કબૂલાત



રાજ્યમાં બિન સચિવાલયની પરીક્ષાનો મુદ્દો લાંબા સમયથી ચર્ચા પર છે. અગાઉ પેપર લીક થવા મુદ્દે પરીક્ષાઓ રદ્દ કરાઈ હતી. ત્યારબાદ ગેરરીતિ મામલે હોબાળો મચ્યો હતો. ત્યા વધુ એક ગેરરીતિનો ઘટસ્ફોટ થતાં ચકચાર મચી છે. બિન સચિવાલયના ઉમેદવારો પાસેથી પૈસા લઈ પાસ કરાવી દેવાનો અને આયોજનબદ્ધ રીતે ગોઠવેલું કૌભાંડ ખુલ્લું પડ્યુ છે. આ કૌભાંડમાં ખુદ ભાજપના હોદ્દેદારની સંડોવણી હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેને લઈ ખળભળાટ મચ્યો છે. ભાજપના હોદ્દેદાર વૈભવ જોશીએ ઉમેદવાર દિઠ રૂપિયા 50 હજાર વસૂલ્યા હોવાનું તેઓ ખુદ વીડિયોમાં બોલી રહ્યા છે. જોકે, આ વીડીયો 2017નો હોવાનો અને ડબીંગ કરેલો છે તેવું તેઓએ વાતચીતમાં જણાવ્યું હતું.



અધિકારીઓને પૈસા આપી મોં બંધ રાખવા સેટલમેન્ટ ગોઠવ્યું
ભાવનગર ભાજપના બૂથ મેનેજમેન્ટ સેલના જિલ્લા સંયોજક અને તળાજાનો વતની એવાં વૈભવ જોષીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વીડિયોમાં તેઓ ખુદ બોલી રહ્યા છે કે, બિનસચિવાલયની પરીક્ષામાં ઉમેદવારોને પાસ કરાવી દેવા ઉમેદવાર દિઠ રૂપિયા 50 હજાર વસૂલ્યા હતાં. પરીક્ષામાં પેપરની જવાબદારી નિભાવનાર અધિકારીઓને દોઢ લાખ તથા આ મુદ્દે દખલ ન કરવા અન્ય અધિકારીઓને બે લાખ આપી મોં બંધ રાખવા સુધીનું સેટલમેન્ટ ગોઠવ્યું હતું. જોકે, ગત વખતે બિનસચિવાલયની પરીક્ષા રદ્દ થતાં બૂથ સંયોજક વૈભવ જોષીના આયોજન પર પાણી ફરી વળ્યું હતું અને ઉમેદવારો પાસેથી પાસ કરાવવા લીધેલા નાણાં પરત કરવાની સ્થિતિ બનતા પોતે રૂપિયા પાંચ લાખના લેણામા આવી ગયો હોવાનું વીડિયોમાં તેઓએ જણાવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે, વૈભવ જોષી તળાજામાં ખાનગી સ્કૂલનો સંચાલક હતો.
પરીક્ષા રદ થતા દાવ ઉંધો પડ્યો

વૈભવ જોષીએ 36 ઉમેદવારો પાસેથી કુલ 18 લાખ વસૂલ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેમજ પરીક્ષા સેન્ટરની બાજુમાં પેપર સોલ કરવા શિક્ષકો પણ રાખ્યાં હતાં અને એક સવાલ સોલ કરવા માટે રૂપિયા 5 હજારનો ભાવ ચુકવાયો હોવાનું જાણવા મળ્યું છે. આ રીતે સમગ્ર આયોજન ગોઠવાયું હતું, પરંતું છેલ્લી ઘડીએ પરિક્ષા રદ્દ થતાં વૈભવ જોષી તથા તેની આણી મંડળીનો બદ્દ મનસુબો પાર પડ્યો ન હતો અને વૈભવે ગોઠવણી મુજબ પૈસા ચુકવી દિધા હોવાની વાત પણ બહાર આવી છે પરંતુ પરીક્ષા જ રદ્દ થતાં ઉમેદવારોએ વૈભવ પાસે નાણાંની કડક ઉઘરાણી શરૂ કરી હતી. હાલમાં વાઈરલ થયેલા વીડિયોને પગલે કોંગ્રેસ તેમજ આપ સહિત વિદ્યાર્થી યુનિયન પણ ભાજપ સરકારને ભીંસમાં લેવા શસ્ત્રો સજાવી રહી હોવા સાથે લાંબી અને ઉગ્ર લડતની તૈયારીઓ આરંભી હોવાનું ગોપનીય સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

તળાજાના બે લોકોએ મને બદનામ કરવા વીડિયો વાયરલ કર્યોઃ વૈભવ જોષી
આ વીડીયો વર્ષ 2017નો અને બનાવટી તેમજ એડીટીંગ કરેલો છે. તળાજાના રાઠોડ નિકુંજ મહેશભાઈ અને તેના પિતા રાઠોડ મહેશભાઈ વિનુભાઈ સામે કોર્ટમાં 52 લાખની ચેક રિટર્નની ફરિયાદ મારી ચાલુ છે. એ વ્યક્તિએ 10 દિવસ પહેલા અન્ય વ્યક્તિઓ પાસેથી ગર્ભિત ધમકી આપી હતી. ચેક રિટર્નની ફરિયાદ પાછી ખેંચી લો નહિતર મારી પાસે એક વીડિયો ક્લિપ છે તે હું વાઈરલ કરી તમને બદનામ કરીશ અને રહી વાત પરિક્ષામાં ગેરરિતીની તો અમે કોઈપણ પ્રકારની ગેરરિતી કરી નથી. બિન સચિવાલય કલાર્કની તો આ પરીક્ષા 2017માં લેવામાં આવી હતી, જેમાં કોઈપણ પ્રકારે ગેરરીતિ કરી નથી, મેં કોઈ પાસેથી પૈસા લીધા નથી કે કોઈને આપ્યા નથી, સરકાર આની તપાસ કરાવે તો મને મંજૂર છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top