સિંચાઈ વિભાગ દ્વારા બનાવવામાં આવેલ તળાવો થકી જળસ્તરમાં વધારો થયો
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર તાપી જિલ્લામાં 75 અમૃત સરોવરના નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જેમાના 20 અમૃત સરોવરની કામગીરી પુર્ણ કરી તા.15મી ઓગસ્ટ 2022ના રોજ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવશે.
કામગીરી નિયત સમય મર્યાદામાં પુર્ણ થઈ શકે તેવા સઘન પ્રયત્નો
20 અમૃત સરોવર પર કરવાની થતી કામગીરી જેવી કે વૃક્ષારોપણ, ધ્વજસ્તંભ નિર્માણ, ફાઉન્ડેશન સ્ટોન વિગેરે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તમામ અમૃત સરોવરની કામગીરીમાં કલેકટર એચ. કે. વઢવાણીયા, જિલ્લા વિકાસ અધિકારી, ડી.ડી.કાપડીયા, નિયામક અશોક ચૌધરી તથા જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર દ્વારા અંગત રસ લઈ કામગીરીને વેગ અપાવી નિયત સમય મર્યાદામાં પુર્ણ થઈ શકે તેવા સઘન પ્રયત્નો કરાવવામાં આવી રહ્યા છે.
ગામેગામ સમૃધ્ધિ આવે તેવા પ્રયત્નો હાથ ધરાયા
જિલ્લામાં વરસાદી પાણીના સંગ્રહ માટે હયાત તળાવને ઊંડા કરવાનું અને નવીનીકરણનું કાર્ય જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ તથા તાપીના કાર્યપાલક ઈજનેર ડી.આર.પટેલ, સિંચાઈ વિભાગના અધિકારીઓ તથા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકની દેખરેખ હેઠળ થઈ રહેલ છે. ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લામાં નિર્માણ થનાર 75 અમૃત સરોવર સિવાય દરેક ગામેગામ તળાવ બનાવવામાં આવે તથા તળાવ થકી જળસ્તરમાં વધારો થાય અને પાણીના ઉપયોગથી ગામેગામ સમૃધ્ધિ આવે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
જળસ્તરમાં વધારો થતા પીવાના પાણીનો પ્રશ્ન મહદ્દઅંશે દુર થયો
ભૂતકાળમાં સોનગઢના મલંગદેવ વિસ્તારના ગામોમાં પીવાના પાણી માટે ફેબ્રુઆરી માસથી ટેન્કરની વ્યવસ્થા કરવી પડતી હતી. પરંતુ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા બનાવવામાં આવેલ તળાવો થકી જળસ્તરમાં વધારો થતા પીવાના પાણીનો પ્રશ્ન મહદ્દઅંશે દુર થયેલ છે.
.png)

.png)