સફાઈ શરૂ કરવામાં આવતા ખેડૂતો અને વેપારીઓમાં રાહત
વ્યારા નગરમાં આવેલા એપીએમસી માર્કેટ ચોમાસાના વરસાદમાં પાણીનાં નિકાલ અભાવે અભાવે ઠેર ઠેર કાદવ કિચડનું સામ્રાજ્ય વધી ગયો છે. સ્થાનિક રહીશો અને એપીએમસી માર્કેટમાં આવતા ખેડૂતો અને વેપારીઓ ત્રાસ અનુભવી રહ્યા હોય ત્યારે વ્યારા એપીએમસીના તંત્ર દ્વારા આ બાબતે ગંભીરતા દાખવી તાકીદે વ્યારા એપીએમસીના કમ્પાઉન્ડમાં અંદર થતી કિચડ બાબતે સાફસફાઈ કરવા અને પુરાણ કરાવે એવી માગ હતી.
તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે ખેડૂતો અને વેપારીઓ માટે અતિ મહત્વ અને જીવાદોરી સમાન ગણાતા એપીએમસી માર્કેટ આવેલું છે જ્યાં દિવસભર સુરત અને તાપી જિલ્લાના ખેડૂતો અને વેપારીઓ શાકભાજી, સહીત અન્ય અનાજ ખરીદ વેચાણ માટે આવે છે. હાલ ચોમાસાની શરૂઆત થવાની સાથે એપીએમસીમાં વરસાદના પાણી ખાડાઓમાં ભરાઈ રહેતા ઠેર ઠેર કાદવ કિચડના સામ્રાજ્ય ઊભા થઈ જતા આ સ્થળો પરથી પસાર થવું મુસાફરો અને ખેડૂતો વેપારીઓ માટે મુશ્કેલી ભર્યું બની રહ્યું છે. કિચડના કારણે દુર્ગંધ પણ આવી રહી છે.
સંબંધિત તંત્ર દ્વારા આ પાણી ભરાય એવા સ્થળો પર પુરાણ કરાવે જેથી પાણીનો નિકાલ થઈ જાય અને કાદવ કિચડની સમસ્યાથી મુશ્કેલી પણ દૂર થાય એવી જાગૃત વેપારીઓ અને ખેડૂતો માગ કરી રહ્યા છે. જે બાબતે વ્યારા માર્કેટયાર્ડ દ્વારા ગંભીરતા દાખવી આજરોજ જેસીબીથી કિચડ ખસેડી સાફ-સફાઈ ચાલુ કરી દેતા ખેડૂતો અને વેપારીઓમાં રાહત થઈ હતી.
.png)
