મંગળવારના રોજ કોઇ મોત નોંધાયુ નથી
જિલ્લામાં કોરોના સંક્રણ યથાવત રહેતા જિલ્લામાં મંગળવારના રોજ 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જેમાં બારડોલીમાં 2, ચોર્યાસીમાં 1, કામરેજ 4, માંડવી 1, ઓલપાડ 3 અને પલસાણામાં 1 મળી કુલ 12 નોંધાયા છે. કુલ સંક્રમીતોની સખ્યા 43087 છે. આજરોજ એક પણ દર્દીનું કોરોનાને કારણે મોત નીપજ્યું હતું. જ્યારે આજે માત્ર 4 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવતાં અત્યાર સુધીમાં 42429 લોકોએ કોરોનાને માત આપી છે. જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 99 થઈ છે.તાપી જિલ્લામાં આજરોજ કોરોના તપાસ દરમિયાન વ્યારા નગરમાં એક કેસ તથા વ્યારા તાલુકામાં એક કેસ એમ કુલ બે સંક્રમિત આવ્યા હતા.
વ્યારા ખાતે ધીરે-ધીરે મંદ ગતિએ કોરોનાએ જિલ્લામાં પ્રવેશ કરી લીધો છે. આજરોજ તાપી જિલ્લામાં વ્યારા નગરમાં ભસ્તી ફળિયા ખાતે એક 13 વર્ષીય તરુણી પોઝિટિવ આવ્યા હતા તથા વ્યારા તાલુકામાં વીરપુર ફાટક ફળિયા ખાતે એક 20 વર્ષીય યુવક પોઝિટિવ આવ્યા હતા. આજરોજ બે પૈકી એક દર્દી ફરી વખત કોરોના સંક્રમણમાં સપડાયા છે. કુલ 644 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. હાલ એક્ટિવ કેસ 4 છે, જેમાંથી બે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે બે દર્દીઓ ઘરે જ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે. આજરોજ કોઈ દર્દીને રજા આપવામાં આવી નથી. આજરોજ કોરોનાને કારણે કોઈ મોત થયું નથી.


