પાણી ની આવક શરૂ:ઉકાઇમાં 14 દિવસ પહેલા જ પાણીની આવક શરૂ થઇ

0
પ્રથમ દિવસે 11939 ક્યુસેક પાણી ઠલવાયું.




તાપી નદી પર ના ઉકાઈ ડેમમાં આ વર્ષે એટલે કે 2022 માં ગુરુવારે સહુ પ્રથમ વખત ડેમમાં 11939 ક્યુસેક પાણી ની આવક શરૂ થઈ હતી.જેને લઇ ડેમ ની સપાટી માં પણ ધીમી ધારે સુધારો નોંધાયો છે. ગત વર્ષે 14મી જુલાઇએ પાણીની આવક શરૂ થઇ હતી. જ્યારે આ વર્ષે 14 દિવસ પહેલા જ પાણી આવવાનું શરૂ થઇ ગયું છે.

તાપી ના ઉકાઈ ડેમમાં આ વર્ષે સમગ્ર જૂન માસ દરમિયાન પાણી ની આવક શરૂ થઈ ન હતી.જો કે જૂન ના છેલ્લા દિવસે 30 મી જૂને બપોરે 2 કલાકે ઉપરવાસ માંથી 11939 ક્યુસેક પાણી નો ઇનફ્લો શરૂ થયો હતો જે બીજે દિવસે શુક્રવારે પણ સતત જળવાયેલો રહ્યો હતો.

આ વર્ષે ગુરુવાર બપોરે 1 કલાકે ડેમ ની સપાટી 315.33 ફુટ નોંધાઇ હતી જે આ સિઝન માં હમણાં સુધીની ડેમની નીચી સપાટી છે.ડેમ માં બપોરે 1 કલાકે 3185 mcm પાણી એટલે કે 42.96 % પાણી નો સંગ્રહ હતો જે પાણી ની આવક શરૂ થતાં બપોરે 2 કલાકે વધી ને 3189 mcm થઈ ગયો હતો.

ડેમ ની કુલ સપાટી 345 ફુટ ના પ્રમાણ માં શુક્રવારે બપોરે 4 કલાકે ડેમ ની સપાટી વધી ને અ315.49 ફુટ થઈ હતી જ્યારે ડેમમાં પાણી ની આવક 11939 ક્યુસેક જ્યારે કેનાલ વાટે 1050 ક્યુસેક પાણી છોડવા માં આવી રહ્યું હતું જ્યારે પાણી નો સંગ્રહ 3203 mcm એટલે કે 43.21 % જેટલો થાય છે.

ગત વર્ષે ડેમમાં 14 મી જુલાઈ એ પાણી ની આવક શરૂ થઈ હતી ગત વર્ષે એટલે કે 2021 ના વર્ષ માં 14 મી જુલાઈ એ સહુ પ્રથમ વખત ડેમમાં 27189 ક્યુસેક પાણી ની આવક શરૂ થઈ હતી.જેથી આ વર્ષે ગત વર્ષ ના પ્રમાણ માં 14 દિવસ પહેલાં ડેમમાં નવા પાણીની આવક શરૂ થઈ છે.ગત વર્ષે ડેમ ની નીચી સપાટી 14 મી જુલાઈ એ 312.68 ફુટ નોંધાઇ હતી જે આ વર્ષે ગુરુવારે 315.33 ફૂટ રહી હતી.

જૂન માસ દરમિયાન ડેમ માંથી 429 mcm પાણી છોડવા માં આવ્યું
ઉકાઈ ડેમમાં પહેલી જૂન 2022 ના દિવસે કુલ 3614 mcm પાણી ડેમમાં ઉપલબ્ધ હતું જે એની કુલ ક્ષમતા 7414 mcm ના પ્રમાણમાં 48.75 % જેટલું હતું જ્યારે ડેમ ની સપાટી 319.19 ફુટ હતી.જો કે બાદમાં જૂન માસમાં વરસાદ નહીં નોંધાતા ખેતરમાં આવેલા ઉભા પાક ને બચાવવા માટે કેનાલ વાટે સિંચાઇ ના પાણી છોડવાનું યથાવત્ રાખવામાં આવ્યું હતું જેથી ડેમની સપાટીમાં ઘટાડો થતો ગયો હતો અને 2022 ના જૂન માસ ના અંતે ડેમ ની સપાટી 315.33 ફુટ થઈ ગઈ હતી.આ વરસાદી સીઝન માં એક માસ દરમિયાન ઉકાઈ ડેમ માંથી અંદાજિત 429 mcm જેટલું પાણી છોડવા માં આવ્યું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top