ગુજરાતમાં 300 યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત, સરકાર બનવાના ત્રણ મહિના બાદ અમલ થશે

0
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સર્વે સર્વા અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાતે આવ્યા છે. સુરત અને તાપી જિલ્લામાં વિધાનસભાના ચૂંટણી દરમિયાન પોતાનું સંગઠન મજબૂત બને તેવા પ્રયાસો કરી રહ્યા છે. ગુજરાતમાં ચાલતા આમ આદમી પાર્ટીના વીજળી મોંઘીના અભિયાન બાદ આજે સુરતમાં અરવિંદ કેજરીવાલ પ્રથમ ગેરંટી સાથે દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ મફત વીજળી આપવાની જાહેરાત કરી છે. કેજરીવાલે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાને 300 યુનિટની વીજળી મફત આપશે. સરકાર બનવાના ત્રણ મહિના બાદ તરત જ અમલમાં મુકાશે.



ગુજરાતની જનતાને 300 યુનિટની વીજળી મફત આપશે
કેજરીવાલે જણાવ્યું હતું કે, જે રીતે અમે દિલ્હી અને પંજાબમાં વીજળી મફત આપી રહ્યા છે તેવી જ રીતે ગુજરાતમાં પણ આપીશું. આ અમારી ગુજરાતને પહેલી ગેરંટી છે. સરકાર બનવાના ત્રણ મહિના બાદ તરત જ અમલમાં મુકાશે. અમારી એ છે કે બીજી ગેરંટી અમારી એ છે કે 24 કલાક વીજળી મળશે. ગુજરાતમાં જ્યાં વીજળી કાપ છે ત્યાં પણ 24 કલાક વીજળી આપવામાં આવશે.



પાટીદારના ગઢમાં જાહેરાત
કતારગામ વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલની સામે પાટીદાર ભવન ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સર્વે સર્વા અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતમાં મફત વીજળી આપવાની જાહેરાત કરી છે. દિલ્હી અને પંજાબમાં જે રીતે લોકોને સસ્તા ભાવે અને મફતમાં વીજળી મળી રહી છે તે રીતે ગુજરાતમાં પણ આમ આદમીની પાર્ટીની સરકાર બને તો લોકોને વીજળી આપવાની જાહેરાત કરી છે.

લોકો સાથે સીધો સંવાદ કરશે
પાટીદાર સમાજની વાડીમાં સુરતના પ્રતિષ્ઠિત આગેવાનો કોર્પોરેટરો અને નેતાઓ સાથે અરવિંદ કેજરીવાલ સંવાદ કરશે. સાથે જ તેમને માર્ગદર્શન આપશે અને ગુજરાત વિધાનસભામાં કંઈ રીતે સારી કામગીરી કરે અને બહુમતી આવે તો આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા કેવા પગલાં લેવામાં આવશે તે અંગેની જાહેરાત કરવામાં આવશે.

પાલિકાએ કેજરીવાલના બેનરો-હોર્ડિંગ્સ દૂર કર્યા
અરવિંદ કેજરીવાલના બેનરો અને હોર્ડિંગ્સ ઉતારવાનું મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાયા હતા. શહેરના અલગ અલગ વિસ્તારોમાં અરવિંદ કેજરીવાલના સ્વાગતના બેનર લગાડવામાં આવ્યા હતા. કેટલીક જગ્યાએ કેજરીવાલની ગેરંટી મફત વીજળીના મુદ્દે લાગેલા બેનરોને પણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. વિશેષ કરીને કતારગામ વિસ્તારમાં જ્યાં વીજળી સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેની આસપાસના સ્થળો પરથી અરવિંદ કેજરીવાલના બેનરો દૂર કરાયા હતા.

તાપી જિલ્લાના સહકારી અગ્રણી આપમાં જોડાશે
તાપી જિલ્લાના સોનગઢ એપીએમસીના ચેરમેન અરવિંદ ગામિત છે. સહકારી ક્ષેત્રમાં ખૂબ જ સક્રિય હોવાને કારણે તેઓ આદિવાસીઓ અને ખ્રિસ્તી મતો પર પોતાના પ્રભાવમાં ધરાવે છે. વિધાનસભાની ચૂંટણીમાં જો તેમને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવે તો આમ આદમી પાર્ટીને તેનો લાભ મળી શકે છે. માંડવી વિધાનસભાની બેઠક પર તેઓ આમ આદમી પાર્ટીનો ઉમેદવાર બની શકે છે. માંડવી વિધાનસભા બેઠક પર ખ્રિસ્તી મતદારોનું પ્રભુત્વ વધુ છે.

ભાજપના આદિજાતિ નિગમના ડિરેક્ટર આપમાં જોડાશે
પરેશ વસાવા હાલ ભાજપના આદિજાતિ નિગમના ડિરેક્ટર છે. તેઓ તાપી જિલ્લાના કોંગ્રેસના માજી ધારાસભ્ય રહી ચૂક્યા છે. પરેશ વસાવા ઉચ્છલ નિઝર વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર બની શકે છે. પરેશ વસાવા વર્ષોથી આ સમગ્ર વિસ્તારની અંદર ખૂબ જ સક્રિય રાજનેતા તરીકે રહ્યા હોવાને કારણે આમ આદમી પાર્ટી સાથે જોડાઈને તેઓ ફરીથી નવી ઈનિંગ શરૂ કરી શકે છે.

સુરત અને તાપી જિલ્લામાં સંગઠન મજબૂત બનાવવા પ્રયાસ
અરવિંદ કેજરીવાલને હોટલ ખાતે અલગ અલગ હોદ્દેદારો અને નેતાઓ મળવા આવી રહ્યા છે. આગામી વિધાનસભાને ધ્યાનમાં રાખીને અરવિંદ કેજરીવાલની સ્ટ્રેટેજીએ પ્રકારની છે કે ઝડપથી જે તે વિધાનસભા વિસ્તારમા પોતાના ઉમેદવારોની પસંદગી કરશે. જેથી નક્કી થયેલા ઉમેદવારો પોતાના વિધાનસભામાં ચૂંટણીની તૈયારી કરવા માટે પોતાના વિસ્તારમાં યોગ્ય અને પૂરતો સમય આપી શકે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top