દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સર્વે સર્વા અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાતે આવ્યા છે. સુરત અને તાપી જિલ્લામાં વિધાનસભાના ચૂંટણી દરમિયાન પોતાનું સંગઠન મજબૂત બને તેવા પ્રયાસો કરી રહ્યા છે. ગુજરાતમાં ચાલતા આમ આદમી પાર્ટીના વીજળી મોંઘીના અભિયાન બાદ આજે સુરતમાં અરવિંદ કેજરીવાલ પ્રથમ ગેરંટી સાથે દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ મફત વીજળી આપવાની જાહેરાત કરી છે. કેજરીવાલે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાને 300 યુનિટની વીજળી મફત આપશે. સરકાર બનવાના ત્રણ મહિના બાદ તરત જ અમલમાં મુકાશે.
ગુજરાતની જનતાને 300 યુનિટની વીજળી મફત આપશે
કેજરીવાલે જણાવ્યું હતું કે, જે રીતે અમે દિલ્હી અને પંજાબમાં વીજળી મફત આપી રહ્યા છે તેવી જ રીતે ગુજરાતમાં પણ આપીશું. આ અમારી ગુજરાતને પહેલી ગેરંટી છે. સરકાર બનવાના ત્રણ મહિના બાદ તરત જ અમલમાં મુકાશે. અમારી એ છે કે બીજી ગેરંટી અમારી એ છે કે 24 કલાક વીજળી મળશે. ગુજરાતમાં જ્યાં વીજળી કાપ છે ત્યાં પણ 24 કલાક વીજળી આપવામાં આવશે.
રાજકારણ કરવા આવ્યા નથી
કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં પહેલીવાર આ પ્રકારે 24 કલાક વીજળી આપી અને તે પણ ફ્રીમાં આપવી આ માત્ર કુદરતે મને જ શીખવ્યું છે. આ કોઈને આવડતું નથી, કોઈ રાષ્ટ્રીય પક્ષને પણ નથી આવડતું પરંતુ આ મને આવડે છે. અમારી સરકારે દિલ્હી અને પંજાબમાં કરી બતાવ્યું છે. અમે પ્રામાણિક સરકાર છે અને અમે માત્ર સાચી વાત કહીએ છીએ અમે રાજકારણ કરવા આવ્યા નથી. જ્યારે કોઈ વીજળીનો ખૂબ મોટું બિલ આવી જાય છે એ ખોટું બિલ મોકલી આપતા હોય છે અને તે વીજ બિલને ઓછું કરવા માટે સરકારી અધિકારીઓ મોટી લાંચ માંગતા હોય છે. 31 ડિસેમ્બર પહેલાંના તમામ ડોમેસ્ટિક બિલ જે છે તે અમે માફ કરી દીધા છે. જુના જેટલા પણ બિલ હોય છે તે અમે માફ કરી દઈશું.
ખેડૂતો માટે વીજળીને લઈને અલગ વિચાર
કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતો માટે વીજળીનું અમે અલગથી વિચારી રહ્યા છે. આ ખૂબ મોટો મુદ્દો છે તેને લઈને આગામી દિવસોમાં ફરીથી હું ગુજરાતમાં આવીશ અને આ મુદ્દે વાત કરીશ. દિલ્હીમાં ભાજપ સરકારના લોકોને મફતમાં વીજળી નહીં જોઈતી હોય તેવો લેખિતમાં આપી દે એટલે ત્યાંથી તેમને વીજળી આપવામાં આવશે નહીં. ખોટો વિરોધ કરીને તેઓ અમારો વિરોધ કરી રહ્યા છે.
ગુજરાતમાં દારૂબંધી યથાવત રખાશે
વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં જે દારૂબંધી છે તેને યથાવત રાખવામાં આવશે પરંતુ મજાની વાત એ છે કે એને યોગ્ય રીતે પાલન કરાવવામાં આવશે. ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. આ લોકોએ બૂમાબૂમ કરીને કહ્યું કે ગુજરાતમાં દારૂ વેચાય છે. દારૂબંધી હોવા છતાં પણ ગેરકાયદેસર રીતે વેચાઈ રહ્યો છે તેના પૈસા કોની પાસે જાય છે?
ગુજરાતીઓ માટે આપ એક વિકલ્પ
આ જેને રેવડી કહેવામાં આવી રહ્યું છે ને તે ભગવાનનો પ્રસાદ છે પ્રસાદમાં મળે છે રેવડી. લોકોને મફતમાં વીજળી મળે હોસ્પિટલમાં સારી સુવિધા મળે આ બધો ભગવાનનો પ્રસાદ છે પરંતુ પોતાના અંગત મિત્રોને રેવડી આપે છે તે પાપ છે. પોતાના મિનિસ્ટરોને જે મફતમાં આપવામાં આવે છે તે રેવડી પાપ છે. ભાજપની સરકાર ગુજરાતની પ્રજાને પેકેટ ફોર ગ્રાન્ટેડ લે છે. આ લોકો આપણા સિવાય બીજા કશે જવાના નથી એવી તેમની માનસિકતા છે. એમ એમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. પરંતુ આ વખતે તમે બધા હિંમતપૂર્વક આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતમાં લઈ આવો.
પાટીદારના ગઢમાં જાહેરાત
કતારગામ વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલની સામે પાટીદાર ભવન ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સર્વે સર્વા અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતમાં મફત વીજળી આપવાની જાહેરાત કરી છે. દિલ્હી અને પંજાબમાં જે રીતે લોકોને સસ્તા ભાવે અને મફતમાં વીજળી મળી રહી છે તે રીતે ગુજરાતમાં પણ આમ આદમીની પાર્ટીની સરકાર બને તો લોકોને વીજળી આપવાની જાહેરાત કરી છે.


.png)