સોનગઢ:ઉખલદા ગામના પટેલ ફળિયામાં છેલ્લા 20 વર્ષથી રસ્તો ન બનતા બાળકોને શાળાએ જવા મુશ્કેલી, TDOને રજૂઆત કરાઇ

0

સોનગઢ તાલુકાના ઉખલદા ગામે રસ્તાના અભાવે તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરી. અત્રે નોંધનીય રહ્યું કે આઝાદીના 75 વષે વીતી ગયા સરકાર આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવા લાગી પરતું સોનગઢ તાલુકાના ઉખલદા ગામે પટેલ ફળિયામાં પાછળ 20 વર્ષથી રસ્તાની માંગણી છતાં આજ દિન સુધી રસ્તાની માંગ ન સંતોષાતા આ વિસ્તારના વિધાર્થીઓને શાળાએ આવવા જવા પણ અગવડ પડી રહી છે. 1 થી 1.30 ફૂટ કાદવ અને ખાડા ઉતરીને શાળાએ જવું પડે છે. અને ચોમાસામાં આવવા જવા ખુબજ મુશકેલી પડે છે. તેથી તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરી તાત્કાલિક ધોરણે રસ્તો બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ત્યારે સરકાર આ વિસ્તારમાં વસતા આદિવાસી સમાજની માંગણીને સમજે અને તાત્કાલિક ધોરણે રસ્તો બનાવે તેવી માંગ કરી રહ્યા છે.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top