વ્યારામાં મતદાર સાક્ષરતા ક્લબ માટે વર્કશોપ યોજાયો, મતદાર યાદીને લગતા કામોમાં ભાગીદારી નોંધાવવા અનુરોધ કરાયો

0
1લી ઓગસ્ટથી યોજાનારા મતદાર યાદીમાં સુધારણા કાર્યક્રમનો નાગરિકોને લાભ લેવા અનુરોધ



તાપી જિલ્લા કક્ષાના મતદાર સાક્ષરતા ક્લબ માટે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને શ્રીમતિ આર.પી.ચૌહાણ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વ્યારા ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.



મતદાર યાદીને લગતા કામોમાં સક્રિય ભાગીદારી નોંધાવા અનુરોધ
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે, લોકશાહીમાં મતદાનનો અધિકાર મળ્યો છે. તેનો ઉપયોગ કરી દેશના વિકાસમાં ભાગીદાર બનવું જોઇએ. નવા મતદારો માટે આ એક ઉત્સાહનો વિષય છે. ત્યારે યુવાનોથી લઇ વૃદ્ધો અને દિવ્યાંગો સહિત દરેક નાગરિક યોગ્ય રીતે મતદાન કરી શકે તે માટે વિશેષ આયોજન જિલ્લા ચુંટણી પંચ દ્વારા કરવામાં આવશે. મતદાન અંગે નિબંધ સ્પર્ધાઓ, વકતૃત્વ સ્પર્ધાઓ, જેવી વિવિધ સ્પર્ધાઓ સહિત સોશિયલ મિડીયાના માધ્યમથી દરેક નાગરિકને જાગૃત કરવાની જરૂર છે. તેમણે સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણામાં મતદારોના વિવિધ કામોને યથાયોગ્ય પુરા કરવા અને આગામી 1લી ઓગસ્ટથી યોજાનાર મતદાર યાદીમાં સુધારણા કાર્યક્રમ દ્વારા નાગરિકોને લાભ લેવા જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે જિલ્લામાં બી.એલ.ઓ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમા ઘર આંગણે મતદાર યાદીને લગતા કામો પુરા કરવામાં આવનારા હોવાથી આ પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી નોંધાવા ખાસ અનુરોધ કર્યો હતો.

મતદાન એ મહાદાન - મતદાન એ મહાદાન
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સાગર મોવાલીયાએ આ પ્રસંગે ઉપસ્થિત નાગરિકોને મતદાનનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, મતદાન એ મહાદાન છે. તાપી જિલ્લામાં યુવા મતદારો આ વર્કશોપમાંથી મળેલ માહિતીને તેઓના મિત્રમંડળમાં અન્યને જાગૃત કરે તે જરૂરી છે. આ વર્કશોપમાં મામલતદાર રંજન પટેલ, નાયબ મામલતદાર જાગૃતિ ગામીત, મતદાર સાક્ષરતા ક્લબના નોડલ અધિકારીઓ, કન્વિનર્સ તથા ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top