આકાશી આફત / બોરસદમાં બદતર હાલત : 12 ઈંચ વરસાદથી તાલુકાના 3 ગામોને ભારે અસર, લોકો રોડ પર રહેવા મજબૂર

0
બે દિવસ પહેલા આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં 12 ઇંચ સુધીનો વરસાદ ખાબકી ગયો હતો.



આણંદના બોરસદમાં એક જ દિવસમાં 11 ઇંચ વરસાદ
12 ઇંચ વરસાદ પડતા બોરસદ તાલુકાના અનેક ગામો પાણીમાં ગરકાવ
બોરસદનું સીસ્વા ગામ હજી પણ ભરાયેલા છે પાણી
તંત્રએ તાત્કાલિક NDRFની ટીમોને બોલાવી બચાવ કામગીરી શરૂ કરી
ગત ગુરુવાર મધ્યરાત્રી પડેલા ભારે વરસાદના કારણે બોરસદ તાલુકાની સાથે અનેક ગામડાઓ પાણી પાણી થઈ ગયા હતા. ભારે વરસાદને પગલે બોરસદ તાલુકાના સીસ્વા ગામ બેટમાં ફેરવાયું છે. સીસ્વા ગામની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને બહાર નિકળવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. જેને લઈને તંત્રએ તાત્કાલિક NDRFની ટીમોને બોલાવી બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી, અને પાણીમાં ફસાયેલા 300 લોકોને દોરડાના સહારે બહાર કાઢયા હતા. બીજી તરફ આજે બોરસદ તાલુકાના સીસ્વા, ભાદરણ અને ભાદરણીયા ગામમાં પરિસ્થિતીનો તાગ મેળવવા માટે SDM જે.એચ.બારોટે અને બોરસદના મામલતદાર પહોંચ્યા હતાં.

સીસવા ગામ બેટમાં ફેરવાયું

આણંદમાં ભારે વરસાદથી સિસવા ગામ ખાતે જળ બંબાકારની સ્થિતિ ઊભી થઈ છે. જે બાદમાં NDRFની એક ટીમ બચાવ કામગીરી માટે પહોંચી છે. અહીં NDRFના 27 જવાન પહોંચ્યા છે. અહીં કિશન બારિયા નામનો એક યુવાન પાણીમાં ગરક થઈ ગયાની જાણ થઈ છે. NDRFની ટીમ ગામના લોકોને સુરક્ષિત બહાર કાઢી રહી છે, તેમજ ગુમ થયેલા યુવાનની શોધખોળ શરૂ કરી છે.

NDRFની ટીમોએ ત્રણેય ગામોના 200થી વધુ લોકોને સ્થળાંતરિત કરાયા

SDM જે.એચ.બારોટે VTV સાથે કરી વાત જણાવ્યું હતું કે,બોરસદ તાલુકામાં બે દિવસ પૂર્વે એટલે કે, ગુરુવાર મધ્યરાત્રીએ પડેલા ભારે વરસાદને કારણે બોરસદ તાલુકાના સીસ્વા, ભાદરણ અને ભાદરણીયા ગામમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ભરાઈ ગયાં છે. બીજી તરફ આ વાતની જાણ વહીવટી તંત્રને NDRFની ટીમનો મદદ તાત્કાલિક અસરગ્રસ્તોની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધી ત્રણેય ગામોના 200થી વધુ લોકોને સ્થળાંતરિત કરાયા છે. તેમણે ઉમેર્યું કે, ભારે વરસાદની અસર તાલુકાના ત્રણ ગામમાં સૌથી વધુ જોવા મળી રહી છે. આ સાથે કઠોલ ગામ પણ એક વ્યક્તિ તણાયો હોવાની માહીતી મળતાં NDRFની ટીમ હાલમાં તેની શોધખોળ કરી રહી છે. SDM જે.એચ.બારોટે અત્યાર સુધી તણાઇ જતા બે લોકોના મોત થયા

આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં મેઘરાજાએ ધબધબાટી કરતાં ઠેર-ઠેર પાણી ભરાયા

ઉલ્લેખનીય છે કે,આણંદમાં જિલ્લામાં ગુરુવાર બપોર બાદથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાત્રે 10 વાગ્યા બાદ તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. બોરસદની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને બહાર નિકળવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. કેટલાક સ્થળોએ બચાવ કામગીરી માટે NDRFની ટીમોની મદદ લેવી પડી હતી. અને પાણીમાં ફસાયેલા 300 લોકોને દોરડાના સહારે બહાર કાઢયા હતા.આમ બોરસદ તાલુકામાં પ્રથમ વરસાદમાં ખેતરો પાણી પાણી થઈ ગયા હતા.બોરસદના વનતળાવ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. અહીં રહેતા 100 પરિવારની માલ મિલકત પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. વનતળાવ વિસ્તારમાં પાણીના વહેણમાં તણાઈ જતાં એક યુવકનું મૃત્યુ નિપજ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમ યુવકને શોધવા માટે કામે લાગી છે


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top