જેમને ઓડિટનું કામ અપાયું હતુ તે એકાઉન્ટન્ટનું અવસાન થયા ચોપડા અટવાયા : મંડળી પ્રમુખ
વાલોડ તાલુકાના અંધાત્રી ગામે આવેલ અંધાત્રી વિભાગ પિયત સહકારી મંડળી-1 ના વાર્ષિક હિસાબ ઓડિટ અહેવાલ 2008 થી લઈ આજદિન સુધી કાર્યપાલક ઇજનેરની કચેરી ઉકાઈ ડાબા કાંઠા નહેર સંશોધન વિભાગ નં .2 વિભાગમાં રજૂ ન કરતા સિયાઇ વિભાગ દ્વારા હિસાસ રજૂ કરવા નોટિસ પાઠવાઇ છે.
અગાઉ ઓડિટ રિપોર્ટ મંગતા અંધાત્રી વિભાગ પિયત સહકારી મંડળી-1 દ્વારા મંડળીનું ઓડિટ કરવામાં સમય લાગે તેમ છે તેવું અગાઉ જણાવ્યું હતું, ત્યારબાદ તા. 25/06/2021 ના રોજ સિંચાઈ વિભાગ તરફથી ઓડિટ રિપોર્ટની નકલ આપવા માટે જણાવ્યું હતું અને તેમાં મંડળીએ જણાવ્યું હતું કે પ્રથમથી જ ઓડિટ બાકી હોય, રિપોર્ટ ન આપ્યા હોવાનું જણાવેલ જે બાબતે લાંબો સમય થઈ ગયો હોય મંડળી દ્વારા ઓડીટ અહેવાલ રજૂ નહોતા કરાયા.
આ નોટિસ આપ્યાને એક વર્ષ ઉપરનો સમય થઈ ગયા છતાં મંડળીના પદાધિકારીઓ દ્વારા ઓડિટ અહેવાલ સિંચાઈ વિભાગને આપવામાં આવ્યા ન હતા. જેથી તા. 16/06/2022 ના રોજ નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી ઉકાઈ ડાબા કાંઠા નહેર પેટા વિભાગ બુહારી દ્વારા મંડળીને વાર્ષિક ઓડિટ અહેવાલ આપવા જણાવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે મંડળીનું ઓડિટ કરવામાં સમય લાગે તેમ છે જે બાબતે અંદાજિત એક વર્ષ જેટલો સમય થયેલ છે તો મંડળીના પ્રમુખને વર્ષ 2008 થી આજ દિન સુધી ઓડિટની નકલ રજૂ કરવા જણાવવામાં આવેલ છે.
જો ઓડિટ કરવાનું બાકી હોય તો કયા વર્ષ સુધીનું બાકી છે અને ક્યારે પૂર્ણ થશે તે બાબતે પણ જણાવવા જણાવેલ છે, ઓડિટ બાકી રહેવાના ખુલાસા માંગી મંડળીના હિસાબ-ઓડિટ માટે રાખવામાં આવેલ એકાઉન્ટ, કર્મચારીના નામ સરનામાની માહિતી આપવા જણાવવામાં આવેલ છે.
આ પત્રમાં વકીલ કિરણ પટેલ દ્વારા નોટિસ આપી મંડળી દ્વારા નાણાનો દુરુપયોગ કરેલ છે, મંડળીનો ઓડિટ રિપોર્ટ માંગવામાં આવેલ તે હજી સુધી રજૂ કરેલ નથી તો આ બાબતે જવાબ આપવા જણાવ્યું છે, જો મંડળી દ્વારા દિન 10 માં ઓડીટ અહેવાલો રજૂ કરવામાં ન આવે તો સરકારના ધારા ધોરણ મુજબ મંડળી સામે કાર્યવાહી કરવાની થશે જે અંગે ગંભીર નોંધ લેવા નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું છે.
વકીલ દ્વારા અંધાત્રી પ્રિયત મંડળીના અહેવાલો માંગતા આજ દિન સુધી અને 14 વર્ષ સુધીના વહણા વીતી ગયાના સમય સુધી કોઈક મોટી વગના દબાણ હેઠળ સિંચાઈ વિભાગ દ્વારા આ મંડળીને છૂટછાટો આપી છાવરવામાં આવી હતી પરંતુ વકીલની નોટિસ મળતા કામગીરી કરવાની ફરજ પડી છે, મંડળીને 14 વર્ષ સુધી રિપોર્ટ મેળવ્યા વિના કયા અધિકારી દ્વારા લાલિયાવાડીને ચલાવવામાં આવી તે પણ એક તપાસનો વિષય છે.
ચોપડા ક્યા છે તેની જાણકારી નથી
અંધાત્રી પિયત મંડળીના પ્રમુખ સંજયભાઈ પરમારનો ટેલીફોનીક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે કોરોનાકાળમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ચોપડા ઓડિટ કરવા માટે આપ્યા હતા. પરંતુ ઓડિટર ગુજરી જતા ચોપડા ક્યાં ગયા કે ગુમ થયા તે અંગેની જાણકારી સી. એ.નાં પત્નીને ન હોવાનું પ્રમુખ સંજયભાઈ પરમારે જણાવ્યું હતું


