બાકી લેણામાં વ્યાજ સહિતની રકમ છે કે કેમ તે અંગે ખુલાસો કરાયો નથી
અંધાત્રી વિભાગ પિયત સહકારી મંડળી દ્વારા સિંચાઈ વિભાગમાં નાણાં ભરવા માટે અનિયમિતતા દાખવતા સિંચાઈ વિભાગ તરફથી છેલ્લા ચાર વર્ષોના બાકી લેણા માટે કડક સુચના આપી હતી. પિયત મંડળીનાં અહેવાલો રજૂ કરવામાં તથા પિયાવાના બાકી રકમ ભરવામાં અનિયમિતતા દાખવતા સિંચાઈ વિભાગ દ્વારા વસૂલાત માટે કડક વલણ અપનાવામાં આવ્યું છે.
નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી ઉકાઈ ડાબા કાંઠાં નહેર વિભાગ બુહારી દ્વારા તા. 16/06/2022 ના રોજ અંધાત્રી વિભાગ પિયત સહકારી મંડળી-1 ને સને 2016-17થી સને 2020-21 સુધીના પિયાવાના બાકી નાણા ભરપાઈ કરવા પત્ર પાઠવી જાણ કરવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ઉપરોક્ત મંડળીની રચના થયા બાદ મંડળી દ્વારા નિયમિત રીતે સિંચાઈ વિભાગની કચેરીમાં 2016-17 સુધીનો પિયાવાના નાણાં ભરાઈ ભરપાઈ કરવામાં આવતા હતા અને ત્યારબાદ સને 2017-18 થી 2020-21 ના સમયગાળા દરમિયાનના પિયાવાની રકમ ભરપાઈ કરી નથી.
મંડળી દ્વારા ખેડૂતો પાસે નાણાં વસુલ કરવામાં આવ્યા કે નહિ, અને જો નાણાં વસૂલ કર્યા હોય તો સિંચાઈ વિભાગમાં જમા કેમ કરવામાં ચૂક થઈ, નાણાં બાકી હોવાની જાણ પિયત મંડળીનાં પદાધિકારીઓને હોવી જ જોઈએ, જે બાકી છે તેમાં 2017-18ના રૂ.1,70,568, 2018-19ના રૂ. 1,11,480, 2019-20ના રૂ. 1,28,181 અને 2020-21ના રૂ.1,27,359.98 આમ કુલ મળી મંડળી પાસે સિંચાઈ વિભાગે રૂ.5,37 588.98 નાણા સત્વરે જમા કરવામાં આવે અને જો નાણા ભરપાઈ કરવામાં ન આવશે તો મંડળી સામે કાર્યવાહી કરવાની થશે, જે બાબતનો પત્ર અંધાત્રી વિભાગ પીયત સહકારી મંડળી-1નાં પ્રમુખને પાઠવ્યો છે.
અંધાત્રી પિયત મંડળીના પદાધિકારીઓ દ્વારા જે ચાર વર્ષના નાણા જમા કરવાના બાકી રહ્યા હતા તેનાથી વધુ વ્યાજ સહિતની રકમ ભરપાઈ કરવામાં આવે તો જવાબદાર પદાધિકારીઓ સામે શું પગલાં લેવાશે. સિંચાઈ વિભાગ દ્વારા બાકી લેણામાં વ્યાજ સહિતની રકમ છે કે કેમ તે અંગે ખુલાસો કરવામાં આવ્યો નથી અન્ય જગ્યાઓ પર ખેડૂતોના પિયાવાનાં બાકી લેણાં અને તેની ઉપર વ્યાજની રકમ અલગથી ઉધારવામાં આવે છે. ત્યારે ચાર વર્ષનો મંડળી પર વ્યાજનું ભારણ કેટલું થશે તે બાબતે હાલ મંડળીના સભાસદો ચિંતિત છે. અધિકારીઓએ ચાર વર્ષ સુધી બાકી લેણા માટે ઉઘરાણી કરી હતી કે કેમ તે પણ એક તપાસનો વિષય છે.



.png)