વાવેતર:તાપીમાં ઓછા વરસાદથી જૂનનું વાવેતર 81 % ઘટ્યું પરંતુ જુલાઈમાં મેઘમહેર શરૂ થતાં જ વધવાની આશા

0
ગત વર્ષે 20,898 હેક્ટર વાવેતર નોંધાયું હતું જ્યારે ચાલુ વર્ષે માત્ર 4,052


ચાલુ વર્ષે તાપી જિલ્લા જૂન માસ ઓછો વરસાદના કારણે તાપી જિલ્લાના ખેડૂતોમાં નિરાશા વ્યાપી હતી. આકાશી ખેતી કરતા ખેડૂતો સારા વરસાદની રાહ જોઈને બેઠા હતા. જેને લઈને ઘટ વર્ષની સરખામણીએ તાપી જિલ્લામાં ચાલુ વર્ષે વાવેતર ખૂબ ઓછું થયું હતું. ગત વર્ષે ત્રણ જુલાઈ 2021 દરમિયાન તાપી જિલ્લામાં 20,898 હેક્ટર વાવેતર ની નોંધણી થઈ હતી.

જેની સામે ચાલુ વર્ષે બે જુલાઈ 2022 સુધી તાપી જિલ્લામાં 4,052 હેક્ટર ખરીફ પાકનું વાવેતર નોંધાયો. ગત વર્ષની સરખામણીમાં માત્ર 19 ટકા થયું છે. જેનું કારણ જુલાઈ માસમાં વરસાદનો આગમન થતાં તાપી જિલ્લામાં વરસાદને કારણે વાવણીમાં વધારો થશે.

તાપી જિલ્લો પશુપાલન બાદ ખેતીની આવક ધરાવતો જિલ્લો છે. તાપી જિલ્લામાં મહત્તમ ખેડૂતો આકાશી ખેતી કરે છે. ચાલુ વર્ષે તાપી જિલ્લાના સાત તાલુકા વાલોડ, વ્યારા, ઉચ્છલ, નિઝર, સોનગઢ અને ડોલવણ ખાતે જૂન માસ નહીવત વરસાદ વરસ્યો છે. આકાશી ખેતી પર નભતા ખેડૂતોમાં ચિંતા વધી છે. એક તરફ વરસાદનો અભાવ બીજી તરફ વાવેતર નો સમય જતો રહેતા મુશ્કેલી માં મુકાયા હતા. તાપી જિલ્લામાં જૂન માં માફકસર ના વરસાદના અભાવે ખેડૂતો ચિંતીત બન્યા હતા.

તાપી જિલ્લામાં ડાંગર, બાજરી, જુવાર, મકાઈ તુવેર મગફળી સોયાબીન કપાસ શાકભાજીના પાકોનું ગત વર્ષની સરખામણીએ માંડ 19 ટકા વાવેતર નોંધાયું છે. જોકે હાલ જુલાઈ માસમાં હળવા ભારે વરસાદની ઝાપટાના કારણે ખેડૂતોમાં આશા વધી રહી છે, તેમજ ઓગસ્ટ અને સપ્ટેમ્બર સુધી પાકોના વાવણીનું કામ ચાલશે. જેથી આવનાર સમયમાં વાવેતરના આંક વધી જશે.

હાલ સૌથી વધારે કપાસ અને તુવેરના પાકનું વાવેતર કરાયું
તાપી જિલ્લા ખાતે આવેલા સાત તાલુકામાં ચાલુ વર્ષે 2જુલાઈ 22 સુધી માં વાલોડ 86 હેકટર, વ્યારા 131 હેકટર, ડોલવણ 125હેકટર, સોનગઢ 274 હેકટર, ઉચ્છલ 518 હેકટર, નિઝર 1308 હેકટર અને કુકરમુન્ડા તાલુકામાં 1610 હેકટરમાં મળી કુલ 4052 હેકટર વાવેતર કરવામાં આવ્યું છે.

1502 હેક્ટરમાં કપાસનું વાવેતર
તાપી જિલ્લાના સાત તાલુકાના ખરીફ પાકોનું વાવેતર ચાલી રહ્યું છે. જૂન 2022 સુધીમાં વાવેતર કરવામાં આવેલ ખરીફ પાકો પૈકી ડાંગરનું 122 હેકટર અને તુવેર674 હેકટર સૌથી વધુ વાવેતર રહ્યુ છે. આ ઉપરાંત 375 હેકટર જુવાર મકાઇ 146 અન્ય ધાન્ય 00 હેકટરમાં, 20 હેક્ટર મગ,13 હેકટરમાં અડદ, 43 હેક્ટર મગફળી, 393 હેકટર સોયાબીન, 1502 હેક્ટર કપાસ 653 હેકટર શાકભાજી અને 111 હેકટરમાં ઘાસચારાનું વાવેતર થયુ છે.

જુલાઇના અંત સુધીમાં આંકડા ‌વધશે
જૂન માસમાં ઓછા વરસાદના કારણે વાવેતર ઓછુ થયું હતું. જોકે જુલાઈ માસમાં ખેતી લાયક વરસાદ આવી રહ્યો છે. જેથી હવે વાવેતર વધુ થશે માસનાં અંતમાં વાવેતરના આંકડા વધી જશે. સારા વરસાદના કારણે ખેડૂતોને પાણી સમસ્યાથી પણ છુટકારો મળી રહેશે. પાકોમાં કોઈ મુશ્કેલી પડે તો નજીક ના ખેતીવાડી અધિકારીઓના સંપર્ક કરી માર્ગદશન મેળવવું. > ચેતનભાઈ ગરાસિયા, જિલ્લા ખેતીવાડી અધિકારી તાપી

છેલ્લા 3 વર્ષમાં જૂનનું સૌથી ઓછું વાવેતર આ વખતે
તાપી જિલ્લા ખાતે જૂનમાં સારો વરસાદ ન આવી જતા આ વિસ્તારના નદી નાળાઓ અને ખેતરોમાં પાણીનો સ્ત્રોત નવા ન ઉમેરતા નદીઓ પણ હાલ ઓછા પાણીએ વહી રહી છે. જેની સીધી અસર વાવેતર પર પડી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top