Shinzo Abe Attacked: PM મોદીના મિત્ર અને જાપાનના પૂર્વ PM શિંજો આબે પર જીવલેણ હુમલો, ફાયરિંગ થતા ઢળી પડ્યા

0
Shinzo Abe Attacked: જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબે પર એક સભામાં ભાષણ દરમિયાન ફાયરિંગ થયું. રિપોર્ટ્સ મુજબ શિંજો આબેને બે ગોળી વાગી છે. તેમના શરીરમાંથી હુમલા બાદ લોહી વહી રહ્યું હતું. ગોળી વાગ્યા બાદ તેઓ ત્યાં જ ઢળી પડ્યા અને શરીરમાંથી લોહી વહેવા લાગ્યું હતું. તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડાયા. હાલ આબેની હાલત ગંભીર છે


Shinzo Abe Attacked: જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબે પર એક સભામાં ભાષણ દરમિયાન ફાયરિંગ થયું. રિપોર્ટ્સ મુજબ શિંજો આબેને બે ગોળી વાગી છે. તેમના શરીરમાંથી હુમલા બાદ લોહી વહી રહ્યું હતું. ગોળી વાગ્યા બાદ તેઓ ત્યાં જ ઢળી પડ્યા અને શરીરમાંથી લોહી વહેવા લાગ્યું હતું. તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડાયા. હાલ આબેની હાલત ગંભીર છે કારણ કે લોહી ખુબ વહી ગયું છે. મળતી માહિતી મુજબ ગોળી વાગ્યા બાદ શિંજો આબેને હાર્ટ એટેક પણ આવી ગયો.


શિંજો આબે પર આ હુમલો નારા શહેરમાં થયો. જ્યારે હુમલો થયો ત્યારે તેઓ ભાષણ આપી રહ્યા હતા. હુમલો થયા બાદ તેઓ ઢળી પડ્યા. તેમના શરીરમાંથી લોહી નીકળી રહ્યું હતું. શિંજો આબે અચાનક આમ પડી જતા ત્યાં હાજર લોકોને પહેલા તો કઈ સમજમાં આવ્યું નહી. શિંજો આબે પર આ હુમલો શુક્રવારે સ્થાનિક સમય મુજબ સવારે 11.30 વાગે થયો. NHK વર્લ્ડ ન્યૂઝના રિપોર્ટ મુજબ ગોળી ચાલવા જેવો અવાજ આવ્યો અને એક સંદિગ્ધને અટકાયતમાં લેવાયો છે. ઘટના સ્થળે હાજર NHK વર્લ્ડ ન્યૂઝના એક રિપોર્ટરે કહ્યું કે આબેના ભાષણ દરમિયાન તેમને સતત બે ધમાકાનો અવાજ સંબળાયો હતો.

જાપાન ટાઈમ્સના જણાવ્યાં મુજબ શિંજો આબે પર શુક્રવારે નારાના એક રોડ પર ભાષણ દરમિયાન એક વ્યક્તિએ પાછળથી હુમલો કર્યો. શિંજો આબે લાંબા સમય સુધી જાપાનના પ્રધાનમંત્રી પદે રહ્યા હતા.

હુમલા બાદના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં ભાગદોડની સ્થિતિ જોવા મળી રહી છે. અત્રે જણાવવાનું કે શિંજો આબેએ વર્ષ 2020માં પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે સ્વાસ્થ્ય સારૂ ન રહેતું હોવાના કારણે રાજીનામું આપ્યું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા.
જાપાનના પૂર્વ પીએમ શિંજો આબે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખાસ મિત્ર છે. અનેક અવસરે પીએમ મોદી અને શિંજો આબે એકબીજાને યાદ કરી ચૂક્યા છે. ગત વર્ષે જ ભારતે શિંજો આબેને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top