સુરત: રાજ્યમાં નવા શૈક્ષણિક સત્ર દરમિયાન શરૂ કરવામાં આવેલા શાળા પ્રવેશોત્સવને લઈને ઘણી જગ્યાએ વિરોધ સામે આવી રહ્યો છે. હવે સુરત પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિ શાળામાં ચાલી રહેલ શાળા પ્રવેશોત્સવમાં બબાલ થઈ છે.
સુરત: રાજ્યમાં નવા શૈક્ષણિક સત્ર દરમિયાન શરૂ કરવામાં આવેલા શાળા પ્રવેશોત્સવને લઈને ઘણી જગ્યાએ વિરોધ સામે આવી રહ્યો છે. હવે સુરત પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિ શાળામાં ચાલી રહેલ શાળા પ્રવેશોત્સવમાં બબાલ સામે આવી છે. પૂર્વ મંત્રી કુમાર કાનાણીની હાજરીમાં જ શાળા પ્રવેશોત્સવમાં બબાલ સામે આવી છે. વિપક્ષ દ્વારા શિક્ષકોની ઘટને લઈ પ્રશ્નો કરતા વિવાદ થયો છે. ભાજપ અને આપના કાર્યકર્તા આમને સામને આવી જતા વાતાવરણ તંગ બન્યું છે. આ ઉપરાંત ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા છે. આ પહેલા પર આપના નેતાઓ દ્વારા ગુજરાતમાં શિક્ષકોની અને ઓરડાઓની ઘટ મામલે રાજ્ય સરકારને સવાલો કર્યા હતા.



.png)