Gujarat Politics: કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર આ દિગ્ગજ નેતાએ કેજરીવાલ સાથે મુલાકાત કરતા રાજકારણ ગરમાયું

0

 

Gujarat Politics: વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં પક્ષ પલટાની મૌસમ શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર કચ્છના નેતા હાજી જુમા રાયમાએ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરતા રાજકારણ ગરમાયું છે.  




Gujarat Politics: વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં પક્ષ પલટાની મૌસમ શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર કચ્છના નેતા હાજી જુમા રાયમાએ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરતા રાજકારણ ગરમાયું છે.  રાજસ્થાનકોંગ્રેસના નેતા પ્રમોદ શર્મા સામે કાર્યવાહી ન થતાં તેમણે રાજીનામુ આપ્યું હતું. નોંધનિય છે કે, ભાજપ પ્રવક્તા નૂપુર શર્માના સમર્થનમાં પ્રમોદ શર્માએ રેલી યોજી હતી. જેનો હાજી જુમા રાયમાએ વિરોધ કર્યો હતો અને કોંગ્રેસ આલાકમાનને પ્રમોદ શર્મા સામે કાર્યવાહી કરવા અપિલ કરી હતી, જો કે કોઈ કાર્યવાહી ન થતા તેમણે નારાજ થઈને રાજીનામું આપી દીધું હતું. હાજી જુમા રાયમા આગામી દિવસોમાં વિધિવત રીતે આપમાં જોડાશે તેવી વાસ સામે આવી છે. જુમા રાયમાની અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાતથી કચ્છના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top