આજના દિવસે એટલે કે 25 જૂન 1983ના દિવસે ભારતીય ધૂરંધરોએ લૉર્ડ્સના મેદાનમાં મજૂબત ગણાતી વેસ્ટ ઇન્ડિઝની ટીમને હરાવતા અદ્વિતિય સિદ્ધિ હાસલ કરી હતી,
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં 25 જૂનનો દિવસ ખાસ સુવર્ણ અક્ષરે લખાઇ ગયો છે, કેમ કે આજના દિવસે 39 વર્ષ પહેલા ભારતીય ટીમે દુનિયામાં ઇતિહાસ રચી દીધો હતો. 25 જૂન 1983ના દિવસે ભારતીય ટીમે ઇંગ્લેન્ડની ધરતી પર કેરેબિયનોને માત આપીને ક્રિકેટનો પહેલો વર્લ્ડકપ પોતાના ખાતામાં કર્યો હતો, કપિલ દેવની આગેવાની વાળી ભારતીય ટીમે વર્લ્ડકપ જીતીને દુનિયાભરમાં ક્રિકેટની દુનિયામાં ભારતનુ નામ રોશન કર્યુ હતુ.
ખરેખરમાં, આજના દિવસે એટલે કે 25 જૂન 1983ના દિવસે ભારતીય ધૂરંધરોએ લૉર્ડ્સના મેદાનમાં મજૂબત ગણાતી વેસ્ટ ઇન્ડિઝની ટીમને હરાવતા અદ્વિતિય સિદ્ધિ હાસલ કરી હતી, ભારતના હીરો કપિલ દેવ અને તેની ટીમે આખા ભારતને ગર્વ કરવાનો મોકો આપ્યો હતો.
જાણો 1983ના
વર્લ્ડકપ અને વિનિંગ ટીમ ઇન્ડિયા વિશે......
આ વિશ્વ કપનુ સ્વરૂપ પહેલા જેવુ જ હતુ. મતલબ આઠ ટીમોએ ભાગ લીધો.
ચાર-ચારના બે ગ્રુપોમાં ટીમો વહેંચવામાં અવી અને બે ટોચની ટીમોએ ફાઈનલમાં સ્થાન
મળ્યુ. ફરક માત્ર એ પડ્યો કે હવે ગ્રુપની ટીમોએ પરસ્પર એક એક નહી બે બે મેચ રમવી
પડી હતી. વાઈડ અને બાઉંસર બોલ માટે પણ નિયમ કડક થયા અને 30 ગજના
દાયરામાં ચાર ખેલાડીઓનુ રહેવુ જરૂરી કરી દેવામાં આવ્યુ.


.png)