Crime Branch: સુરત ક્રાઈમ બ્રાન્ચના જવાનોએ ચીકલીગરોની જીવના જોખમે કરી ધરપકડ, રસ્તા પર સર્જાયા ફિલ્મી દ્રશ્યો
જૂન 28, 2022
0
હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ચારે તરફ ચર્ચા થઈ રહી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચના ઝાંબાઝ જવાનોએ લાઇવ ઓપરેશન કરી ચીકલીગરોની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ આરોપીએને પકડવા દિલધકડ ઓપરેશન શરૂ કર્યું હતું. જે બાદ બારડોલી નજીક ચીકલીગરોની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ક્રાઇમ બ્રાન્ચની ટીમે કેવી રીતે જીવના જોખમે આ આરોપીઓને પકડી પાડ્યા છે. નોંધનિય છે કે, આ ઓપરેશન દરમિયાન આરોપીએએ ક્રાઇમ બ્રાન્ચ જવાનો પર કાર ચઢાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. જો કે પોલીસે હિંમત હાર્યા વિના આ આરોપીઓને સામનો કર્યો અને તેમને ફિલ્મી ઢબે પકડી પાડ્યા.
અન્ય ઍપમાં શેર કરો
.png)


.png)