રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ જિયો ટેલિકોમના ડાયરેક્ટરપદેથી રાજીનામું આપ્યું છે. તેમના પુત્ર આકાશ અંબાણીને જિયોના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. કંપનીના બોર્ડે આકાશની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. જિયો દેશની લીડિંગ 4G ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર છે. કંપનીએ સેબીને પણ આ ફેરફારની માહિતી મોકલી છે.
આ લોકોને પણ મળ્યું બોર્ડમાં સ્થાન
બોર્ડે આ સિવાય રામિંદર સિંહ ગુજરાલ અને કેવી ચૌધરીને પણ એડિશનલ
ડાયરેક્ટર બનાવવાની મંજૂરી આપી છે. આ બંનેને 05 વર્ષ
માટે ઈન્ડીપેન્ડન્ટ ડાયરેક્ટર નિમવામાં આવ્યા છે. આ રીતે બોર્ડે પંકજ મોહન પવારને
રિલાયન્સ જિયોના મેનેજિંગ ડાયરેક્ટર બનાવવાને પણ મજૂરી આપી છે. આ નિમણૂંક પણ 27
જૂન 2022થી આગામી 05 વર્ષ
માટે છે. આ નિમણૂંકને હાલ શેરહોલ્ડર્સની મંજૂરી મળવાની બાકી છે.
ઝડપી થઈ ગયું આગામી પેઢીનું હસ્તાંતરણ
રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડે મંગળવારે શેરબજારોને આ અંગેની માહિતી
આપી. કંપનીએ જણાવ્યું કે મુકેશ અંબાણીનું રાજીનામું 27 જૂને
બજાર બંધ થઈ ગયા પછીથી માન્ય થઈ ગયું છે. કંપનીએ આ સિવાય આકાશ અંબાણીને બોર્ડના
નવા ચેરમેન બનાવવા અંગેની માહિતી આપી છે. તેમણે કહ્યું કે કંપનીના બોર્ડ ઓફ
ડાયરેક્ટર્સે નોન-એક્સિક્યૂટિવ ડાયરેક્ટર આકાશ અંબાણીને ચેરમેન નિમણૂંક કરવાની
મંજૂરી પણ આપી દીધી છે.
કેશ અંબાણીએ ગત વર્ષે ડિસેમ્બરમાં કંપનીની લીડરશિપમાં ફેરફારની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે મોટા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે નવા નેતૃત્વએ આગળ આવવું પડશે. એ સમયે પણ એવો કયાસ લગાવવામાં આવી રહ્યો હતો કે તે જિયોનું કમાન નવી પેઢીને સોંપવા માગે છે.



.png)