મોદીની હિટ કેમિસ્ટ્રી:પહેલા ઓબામા, પછી ટ્રમ્પ અને હવે બાઇડન, દરેક સાથે મોદીની ગાઢ મિત્રતા; આ તસવીરો છે એનો પુરાવો

0

 G7 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનની સારી કેમિસ્ટ્રી જોવા મળી છે. આવો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં દેખાય છે કે મોદી કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે વાત કરતા હોય છે, ત્યારે જ જો બાઈડન વડાપ્રધાન મોદીને પાછળથી ખભો થપથપાવીને બોલાવે છે અને મોદીના ચહેરા પર પણ તેમને મળ્યાનો ઉત્સાહ દેખાય છે. ત્યાર પછી બાઈડન-મોદી અને ટ્રુડો એકબીજા સાથે વાતો કરવા લાગે છે. આ ઘટના G7 સમિટ દરમિયાન થઈ હતી.



પીએમ મોદી અને જો બાઈડન વચ્ચે મે મહિનામાં ક્વોડ સમિટ દરમિયાન પણ મુલાકાત થઈ હતી. જૂનમાં ફરી બંનેની G7 સમિટમાં મુલાકાત થઈ હતી. હજી બંને નેતા વચ્ચે જુલાઈમાં I2U2 વર્ચ્યુઅલ સમિટમાં મુલાકાત થવાની છે. આ ઈકોનોમિક ફોરમ છે, જેમાં ભારત, ઈઝરાયેલ, UAE અને US હાજર રહેશે.

આ પહેલાં ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જ્યારે વડાપ્રધાન મોદી અને બાઈડન વચ્ચે મુલાકાત થઈ ત્યારે પણ બંને નેતા વચ્ચે સારી કેમિસ્ટ્રી જોવા મળી હતી. રાષ્ટ્રપતિ બન્યા પછી બાઈડન અને મોદી વચ્ચે એ પહેલી દ્વિપક્ષીય મુલાકાત હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ સમયે જો બાઈડને જોક્સ પણ કહ્યા હતા, જેના વિશે બંને નેતા હસ્યા પણ હતા.




મોદીને વડાપ્રધાન બન્યાને 8 વર્ષ થઈ ગયાં છે અને આ દરમિયાન અમેરિકાના 3 રાષ્ટ્રપતિ બન્યા છે. પહેલા બરાક ઓબામા, ત્યાર પછી ડોનાલ્ડ ટ્રમ્પ અને હવે અત્યારે જો બાઈડન. આ ત્રણેય રાષ્ટ્રપતિની સાથે વડાપ્રધાન મોદીની કેમિસ્ટ્રી હંમેશાં ચર્ચામાં રહી છે. મોદી અને અમેરિકન પ્રેસિડન્ટ્સની કેમિસ્ટ્રી જોઈને ખ્યાલ આવે છે કે હવે ભારત-અમેરિકાના સંબંધો માત્ર ડિપ્લોમેટિક નથી, પરંતુ પર્સનલ લેવલ પર પણ સારા છે. ઓબામા, ટ્રમ્પ અને બાઈડન સાથે કેવી રહી મોદીની કેમિસ્ટ્રી એ 10 તસવીરમાં જોઈએ...

જો બાઇડન અને PM મોદીની કેમિસ્ટ્રી

જાન્યુઆરી 2021માં બાઈડન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા, પરંતુ ત્યારથી કોરોના હોવાને કારણે બંનેના નેતાઓની રૂબરૂ મુલાકાત બહુ ઓછી થઈ છે, તેથી મોટા ભાગે બંને નેતા વચ્ચે વર્ચ્યુઅલ વાતચીત વધારે થઈ.

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top