ગુજરાતમાં દિવસેને દિવસે શિક્ષણની હાલત કથડતી જાય છે. ઉલ્લેખનીય છે કે, અનેકવાર ગુજરાતમાં શિક્ષણ વિભાગ સામે સવાલ ઊભા કરે તેવાં કેટલાંય પ્રશ્નો આવી ચૂક્યાં છે. ત્યારે ગુજરાતના ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાની ચારણ નિકોલ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક ચાલુ ક્લાસે ઊંઘતા ઝડપાયા છે. તો બીજી તરફ, વીરપુર તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યના પતિએ યોજેલી પાર્ટીમાં શિક્ષકો દારૂની બોટલો સામે ઝૂમતા દેખાય છે તેવો વીડિયો વાઇરલ થયો છે. વળી, એમાંય ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી ભાવનગરના ચિત્રા ફુલસર વિસ્તારમાં બાળકો સાથે હિંચકે ઝૂલતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આવી પરિસ્થિતિને કારણે જ ગુજરાતમાં શિક્ષણની હાલત કથળી રહી છે. ત્યારે હવે જોવું રહ્યું કે આવા શિક્ષકો સામે ખરેખર કડક કાર્યવાહી કરે છે કે પછી લાલિયાવાડી જ ચલાવશે!
4 વિષય ભણાવવા માટે એક જ શિક્ષક, એ પણ
ઊંઘી જાય છે
આ તસવીર ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ચારણ-નિકોલ ગામની પ્રાથમિક
શાળાની છે. રાજેન્દ્ર પટેલ નામના શિક્ષક ચાલુ ક્લાસે ઉંઘી જતા હોવાથી બાળકોના
ભણતરને અસર પડી છે. સ્કૂલમાં 4 વિષય માટે આ એક જ શિક્ષક છે અને તેઓ પણ ઉંઘી જતા
હોવાથી અત્યાર સુધી 14 બાળકોએ સ્કૂલ છોડી છે.
નેતાની પાર્ટીમાં શિક્ષકો દારૂની બોટલ સાથે
ઝૂમ્યાં
આ તસવીર વીરપુર તાલુકાની છે. ત્રણ સ્થાનિક શિક્ષકોએ તાલુકા પંચાયતના
કોંગ્રેસના સભ્યના પતિએ યોજેલી પાર્ટીમાં મોજ માણતા હોય એવો વીડિયો વાઇરલ થયો હતો.
વીડિયોમાં શિક્ષકો ઝૂમતા દેખાય છે અને સાથે દારૂની બોટલોની આપલે પણ થાય છે.
મહિસાગર શિક્ષણ વિભાગે તપાસના આદેશો આપ્યા હતા.
ભાવનગરમાં શિક્ષણમંત્રી વાઘાણી બાળકોની સાથે
હિંચકે ઝૂલ્યાં
ભાવનગર જિલ્લાના ચિત્રા ફુલસર વિસ્તારમાં વિવિધ ખાતમુહૂર્ત કરવા માટે
આવેલા શિક્ષણમંત્રી જીતુ વાઘાણી બાળકો સાથે હિંચકે ઝૂલ્યાં હતા.


.png)