કમિટીના રાઉન્ડમાં ગેરરીતિ જણાઈ:સરથાણા અને વરાછાના ફાયર સ્ટેશનના બાંધકામની ગુણવત્તા નબળી, તપાસ કરવા આદેશ

0

 સરથાણા-વરાછા ખાતે નવા બની રહેલા ફાયર સ્ટેશનના બાંધકામની ગુણવત્તા નબળી હોવાની ફરિયાદ સાથે પાલિકાની લાઇટ એન્ડ ફાયર સમિતિએ બાંધકામના મટીરીયલ્સના સેમપ્લો લેવડાવી તપાસ કરવા આદેશ આપ્યા છે.




સોમવારે લાઇટ એન્ડ ફાયર સમિતીનો વરાછા અને કતારગામ ઝોનમાં આવેલા વિવિધ ફાયર સ્ટેશનોની રાઉન્ડ ગોઠવવામાં આવ્યો હતો. કમિટીએ મોટાવરાછા, સરથાણા, વરાછા ક્રાંતિ મેદાન અને ડભોલી ખાતે નિર્માણ થઇ રહેલા ફાયર સ્ટેશનનો રાઉન્ડ લીધો હતો. જેમાં વરાછા ક્રાંતિ મેદાન અને સરથાણા બાંધકામ સાઇટ ઉપર બાંધકામની ગુણવત્તા નબળી હોવાનું કમિટીના ધ્યાન પર આવ્યું હતું.

આ સમિતી ચેરમેન કિશોર મિયાણીએ જણાવ્યું કે, સરથાણા અને વરાછા ક્રાંતિ મેદાન ખાતે સાકાર થઇ રહેલા ફાયર સ્ટેશનમાં બાંધકામ વ્યવસ્થિત જણાયું ન હતું. ઉપરાંત કામગીરી નબળી જતાં કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝરને સુચના આપવામાં આવી હતી. આ સંદર્ભે ઝોનના સંબંધિત અધિકારીઓને સુચના આપીને રેતી-કપચી સહિતના મટીરીયલ્સના સેમ્પલો લેવડાવ્યા છે.

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top