માતા-પિતાને મારી નાંખવાની ધમકી આપીને સગીરા પર બળાત્કાર ગુજારાયો હતો
ફુલવાડી ખાતે 13 વર્ષની તરૂણી પર બળાત્કાર ગુજારનારા આરોપીને કોર્ટે તકસીરવાર ઠેરવી 20 વર્ષની સજા, રૂપિયા 20 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજાનો હુકમ કર્યો હતો. કોર્ટે પીડિતાને રૂપિયા 1.50 લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો હતો.
પોક્સો કોર્ટના વિશેષ ન્યાયાધિશ દિલીપ મહિડાએ ચુકાદામાં નોંધ્યુ હતુ કે આપણ દેશમાં અને સમાજમાં સ્ત્રીનું ચારિત્ર્ય અને શીલ એ કોઈપણ સ્ત્રી માટે ખૂબ મહત્વનું અ્ને અગત્યનું છે સમાજમાં ગૌરવભેર જીવવા માટે સ્ત્રીનું ચારિત્ર્ય અને શીલ એ એટલી બધી મહત્તા ધરાવે છે કે કોઇપણ મા-બાપ કે પોતાના સગીર વયના સંતાનનું અને કોઈપણ સ્ત્રી કે જે સગીર વયની છે કે તેણીને સારા-નરસાનુ કે દુનિયાદારીનું ભાન પણ નથી.
ફરિયાદની હકીકત મુજબ તા. 8મી સપ્ટેમ્બર, 2019ના રોજ આરોપી ઇમ્તિયાઝ ઉર્ફે નનકી હુસૈન શેખ (ઉં.વ 25, રહે.ભરીમાતા મૂળ, બિહાર) નાએ 13 વર્ષની તરૂણીને ચપ્પુ બતાવી ધમકી આપી હતી કે જો તું મારી સાથે ન આવી તો તને અને તારા માતા-પિતાને જાનથી મારી નાંખીશ. ત્યારબાદ આરોપી તરૂણીને રેલવે સ્ટેશન નજીકના એક ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગમાં લઇ ગયો હતો અને ત્યાં તરૂણી પર બળાત્કાર ગુજાર્યો હતો. સમગ્ર બનાવ અંગે ફરિયાદ નોંધાયા બાદ આરોપી સામે કેસ ચાલ્યો હતો. સરકાર તરફે એપીપી વી.એલ.ફળદુની દલીલો બાદ કોર્ટે 20 વર્ષની સજાનો હુકમ કર્યો હતો.



.png)