વિરોધ:વીજળી સસ્તી કરવાની માગ સાથે વાલોડમાં વિરોધ પ્રદર્શન

0

 આપ અને બીટીપીના કાર્યકરો દ્વારા કાર્યક્રમ યોજાયો




વાલોડ ખાતે આમ આદમી પાર્ટી અને બીપી દ્વારા ગુજરાતમાં સસ્તી વીજળી કરવા એક કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું જેમાં આપ અને બીટીપીના કાર્યકરોએ મોટી સંખ્યામાં હાજર રહી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. ગતરોજ સાંજે આમ આદમી પાર્ટી દ્વારા પાર્ટીના સમગ્ર ગૂજરાતમાં ચાલી રહેલા વીજળી આંદોલનના ભાગરૂપે વાલોડ ખાતે આંદોલન કર્યું હતું.

પાર્ટી દ્વારા પોલીસ પાસેથી મસાલ સાથે પદયાત્રા કાઢવાની પરવાનગી માંગવામાં આવી હતી, પરંતું તેમ કરવાની પરવાનગી ના મળતા આખરે માત્ર વાલોડ ચાર રસ્તા ખાતે પ્રદર્શન કરાયું હતું, અને વીજળી સસ્તી કરવા સૂત્રોચ્ચાર કરી માંગણી કરી હતી, આ આંદોલન દ્વારા જાહેર જનતાને અવગત કરવામાં આવી હતી કે ગુજરાત એક વીજ ઉત્પાદન કરતું રાજ્ય છે. અને અન્ય રાજ્યોને વીજળી વેચાણથી આપે છે.

ગુજરાત પાસેથી વિજળી લેનારા રાજ્યો તેમના નાગરિકોને સસ્તી વિજળી આપે છે, ત્યારે ગૂજરાતની જનતાને કેમ વીજળી બિલના માધ્યમથી લુટવામાં આવી રહ્યા છે? જ્યારે આમ આદમી પાર્ટી જનતાએ ચૂકવેલા કરવેરાના બદલામાં દિલ્હીમાં 200 યુનિટ અને પંજાબમાં 300 યુનિટ વિજળી ત્યાંના નાગરિકોને નિ:શુલ્ક આપે છે, ત્યારે ગૂજરાતની જનતા ખૂબ મોંઘી વીજળીના કારણે ત્રાહિમામ પોકારી ગઈ છે, જ્યાં ગુજરાતમાં 200 યુનિટની બિલ 1400 રૂપિયા જેટલું આવે છે, ત્યારે દિલ્હી અને પંજાબમાં 200 યુનિટનું બિલ ઝીરો આવે છે. એમ જણાવ્યું હતું.

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top