શનિવારે વાલોડની વ્હાલીબા ઇંગલિશ એકેડમીમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ, શાળાના ગેટ પર બેસીને બાળક એકીટશે આખો કાર્યક્રમ નિહાળી રહ્યો હતો, બાદમાં તપાસ કરતા નામ લકીકુમાર વિશ્રામ કશ્યપ ( રહે. ભવાની ફળિયું વાલોડ) હોવાનું અને તેને જન્મનો દાખલો ન હોવાને કારણે શાળામાં પ્રવેશ મળ્યો ન હતો, જે બાદ વહીવટી તંત્ર દ્વારા ખૂ.લ.પ્રાથમિક શાળામાં લકીને પ્રવેશ અપાવવા કાર્યવાહી શરૂ કરી હતી. અંતે લકીને સીધો ધો. 4માં પ્રવેશ અપાયો હતો. વર્ષો જુનુ સ્વપ્ન સાકાર થયા બાદ શાળામાં દફતર સાથે પ્રવેશ કરતા લકીના ચહેરા પર અનોખી તાજગી અને આનંદ જોવા મળ્યો હતો.
વાલોડના લકીને આ રીતે મળ્યો શાળા પ્રવેશ
તાપી જિલ્લા કલેકટરે લકીના શાળા પ્રવેશ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની
અપાયેલ બાહેંધરી બાદ ચક્રો ગતિમાન થયા હતા. રવિવારે વાલોડની ખુ.લ. પ્રાથમિક શાળાના
આચાર્ય મહેશભાઈ વઘાસિયાએ રજા હોવા છતાં સવારે જ વાલોડ આવી સોગંદનામાં સહિતની જરૂરી
કાર્યવાહી કરી હતી. જે બાદ ગુજરાત સરકારના એસ.એસ.એ પોર્ટલ પર લકી કુમારની નોંધ કરી
લકીકુમાર કશ્યપને ધો.4માં પ્રવેશ અપાયો હતો.


.png)