વૃક્ષો જમીનદોસ્ત:સોનગઢમાં ભારે પવનની સાથે 2 કલાકમાં 2 ઇંચ ઝીંકાયો, અનેક સ્થળે વૃક્ષો જમીનદોસ્ત

0
સોનગઢમાં સોમવારે ભારે પવનની સાથે 2 કલાકમાં 43 મિમી જેટલો વરસાદ પડવાની સાથે વાલોડ અને ડોલવણમાં પણ 8-8 મીનોંધાયો હતો. જ્યારે સુરત જિલ્લાના પલસાણામાં 4, બારડોલી અને બારડોલી મહુવામાં 3-3 મીલીમીટર વરસાદ પડ્યો હતો.




આ વર્ષે હજી સમયસર વરસાદ નોંધાયો નથી. તેથી ખેડૂતો સહિત તમામ લોકો મેઘરાજાની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. આ સમયે રવિવારે બપોરે અને સાંજ ના સમયે નગર તથા તાલુકામાં વિવિધ ગામડાં માં સારો વરસાદ થયો હોવાના સમાચાર મળ્યા છે. સોનગઢ નગરમાં પણ ભારે પવન સાથે વરસાદે જોરદાર બેટિંગ કરી હતી અને માત્ર બે કલાકના સમયમાં જ લગભગ બે ઇંચ જેટલો વરસી ગયો હતો.

ભારે પવન સાથે પડેલા આ વરસાદ ને કારણે દેવજીપુરા મુખ્ય રોડ, મરાઠી શાળા પાસે, થર્મલ રોડ પર હનુમાનજી મંદિર પાસે અને અન્ય ઘણી જગ્યાએ લીમડા સહિતના અન્ય વૃક્ષો જમીન માંથી ઉખડીને પડી ગયા હતાં. આ સાથે જ નેશનલ હાઈવે પર આવેલા ઓવરબ્રિજની આસપાસના સર્વિસ રોડ પર મોટી માત્રામાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી. નગરપાલિકા દ્વારા રસ્તા પર તૂટી પડેલા વૃક્ષો ખસેડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top