તસ્કરી:ઘાણી, ગાંગપુરમાં ટ્રેકટરના સાધનોની ચોરી કરતી ટોળકી સક્રિય થતાં ફફડાટ

0

 પેલાડબુહારીના ખેડૂતના ટ્રેક્ટરનું કલ્ટીવેટર સુપડી રોબર ટેમ્પોમાં ભરી ચોરી




તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ગામોમાં છેલ્લાં ઘણાં સમયથી ચોર તસ્કરોએ ચોરી કરવાનો નવો કિમીયો અજમાવતા ખેડૂતોના ખેતરમાં ખેતીકામમાં ઉપયોગમાં આવતાં સાધનોની ટ્રેકટરના કલ્ટીવેટર, સુપડી, રોબર, રેઝર સહિતના સાધનોની ઉઠાંતરી થઈ રહી છે, જે બાબતે એક ખેડુતે ડોલવણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે..

પ્રાપ્ત માહિતી મુજબ ડોલવણ તાલુકાના ગામો ઘાણી ગાંગપુર, વાંકલા, બાગલપુર જેવાં ગામમાં ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. આ પંથકમાં ઘણાં સમયથી ખેડૂતોના ખેતરમાં શાકભાજીપાકની ચોરી સાથે સાથે હવે ખેતરમાંથી મુકેલાં ખેતીકામના ઉપયોગી સાધનોની ચોરી કરીને ચોરોએ નિશાન બનાવી આ વિસ્તારમાં તરખાટ મચાવ્યો છે. ખેડૂતોના ખેતરમાં મોટરના વાયરો, ટ્રેક્ટરના સાધનો કલ્ટીવેટર,સુપડી,રોબર, સહિતના ઉપયોગી સાધનોની ચોરી કરતી ટોળકી સક્રિય થઈ છે. આ પંથકમાં ચોરી કરીને ફરતી ટોળકીને પકડવા જરૂરી બન્યું છે.

પેલાડબુહારી ગામના ખેડૂત જયંતિભાઈ ઝીણાંભાઈ પટેલના ઘાણી ગામના દેગાડ ફળીયા 368 ખેતરમાં આવેલી બંગલીમાં ટ્રેક્ટરના સાધનો કલ્ટીવેટર, સુપડી અને રોબર મુક્યા હતા, જ્યાંથી સવારે બંગલીમાં નજરે નહીં પડતાં ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું ખેતરની નજીકમાં ટેમ્પાના વિલના નિશાન ઘટનાસ્થળે જણાઈ આવ્યાં હતાં. ચોરી થતાં ફરીયાદ ખેડુત જયંતિભાઈ પટેલે આપી છે.જ્યારે ગાંગપુર ગામના ખેડૂત ગત બે દિવસ પહેલા ધર્મેશભાઈ નાનુંભાઈ ભંડારીના ઘરના આંગણામાંથી ટ્રેક્ટરના બે રેઝર રાત્રિના સમયે ચોરી ગયા હતા.

એપ્રિલમાં ગાંગપુર ખેડુતના ખેતરોમાંથી ઈમારતી સાગ બિન્દાસ ચોરી ગયા હતા
આ પંથકમાં ઘણાં સમયથી ચોર તસ્કરોએ ખેડૂતોના ઈમારતી સાગના બિન્દાસ ઝાડ રાત્રિના સમયે ચોરી ગયા હતા. જેની ફરિયાદ નોંધાવી હતી.પરંતુ હજુ સુધી પોલીસ પકડની બહાર છે. આ પંથકમાં પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવે એ ખૂબ જરૂરી છે.ખેડૂતોના ખેતરમાં પડેલા સાધનોની ઉઠાંતરી કરનાર ચોરોને પકડવાની લોકમાંગ ઉઠી છે.

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top