Delhi Model: ગુજરાત ભાજપના 17 સભ્યોના ડેલીગેશને દિલ્હી સરકારના મોડલની પોલ ખોલી નાંખી

0
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી (Gujarat BJP)ની 17 સભ્યોની ટીમ આજે દિલ્હી (Delhi Model)ની અરવિંદ કેજરીવાલ સરકાર (Arvind Kejriwal government)ના દિલ્હી મોડલની પોલ ખોલ તપાસ માટે દિલ્લી પ્રવાસે ગયા છે. જેમાં રમણ વોરા, અમિત ઠાકર, ડો.અનિલ પટેલ, મહેશ કસવાલા, યગ્નેશ દવે, જ્યોતિબેન સહિત શિક્ષણ વિદ સહિત 2 રાજકીય નિષ્ણાંત સહિતની ટીમ 2 દિવસીય દિલ્હી પ્રવાસે ગઇ છે. આ ટીમ 2 દિવસ દિલ્હીમાં રોકાણ કરશે. જેમા દિલ્હી સ્કૂલ, મોહલ્લા ક્લિનિક, રોડ રસ્તાઓ અને સુવિધાઓ બાબતે જાત તપાસ કરશે. બે દિવસની દિલ્હી યાત્રા બાદ ગુજરાતમાં દિલ્હીની આપ સરકારની પોલ ખોલશે.


                                 





દિલ્હીની આમ આદમી પાર્ટીની પોલ ખોલ પ્રવાસે ગયેલા ભારતીય જનતા પાર્ટીના સૂત્ર જણાવી રહ્યા છે કે, દિલ્હીની સંજય કોલોની દિલ્હીના મધ્યમવર્ગી અને ગરીબ લોકોના વિસ્તારમાં વીજળી અને પાણીની સમસ્યા તોતિંગ છે. પીવાનું પાણી ચાર દિવસે આવે છે અને એ પણ ગંદુ. ત્યાં જ વીજળીના તારો જોખમી રીતે લોકોના અવરજવરના સ્થળો ઉપર ઝળુંબી રહ્યા છે. 40,000 લોકો પર વીજળી માટે ગર્વ લેતી આમ આદમી પાર્ટીની સરકાર મોતનો ખતરો બની ગઈ મંડરાઇ રહી છે. આમ આદમી પાર્ટીનો પોકળ દાવો છે કે મફત વીજળી અપાય છે વીજ બિલનો અભ્યાસ કરતા માલૂમ પડે છે કે સરેરાશ વીજદર સાડા પાંચ રૂપિયા છે.

ગુજરાતના નાગરિકો જે પાણીનો વાપરવામાં પણ ઉપયોગ નથી કરતા એવું ગંદુ પાણી પીવા માટે દિલ્હીની જનતાને મળે છે. ભાજપની કેન્દ્ર સરકારની સ્વાસ્થ્ય યોજના આયુષ્માન ભારતનો દિલ્હીની જનતાને લાભ ન મળવાનું મુખ્ય કારણ આમ આદમી પાર્ટીની સરકાર છે. સમગ્ર દિલ્હીમાં અને સંજય કોલોની વિસ્તારમાં દારૂના અડ્ડાઓની સંખ્યા આમ આદમી પાર્ટીની સરકાર આવ્યા પછી આઠ ગણી વધી છે. સરકાર દારૂની એક બોટલ સાથે એક બોટલ ફ્રી ની યોજના ચલાવી લોકોને નશાના ભોયરામાં હોમી રહી છ. જે સ્થાનિક ત્રસ્ત ગરીબ નાગરીકનાં વીડિયો નિવેદનમાં જોઈ શકાય છે.

સ્થાનિકોના પુરાવા સાથે જણાવ્યા મુજબ વૃદ્ધ પેન્શન બંધ કરાયું છે સાત વર્ષથી વિસ્તારના રહેવાસીઓને માટે રેશનકાર્ડ પણ બંધ કરાયા છે. શિક્ષણના મોડલ માટે સમગ્ર ભારતમાં પ્રચાર કરતા મહા ઠગ અને તેના પક્ષ આમ આદમી પાર્ટીના લોકો એ પ્રકારે શિક્ષણ માટે દિલ્હી મોડેલની વાત કરે છે. એ દિલ્હીમાં એક પણ નવી કોલેજ છેલ્લા સાત વર્ષમાં નથી બની. જ્યારે આમ આદમી પાર્ટીએ તેના ઘોષણા પત્રમાં જણાવ્યુ હતું કે, નવી કોલેજો બનશે. જે સદંતર જુઠ્ઠું સાબિત થયું છે આ ઉપરાંત દિલ્હીની શાળાઓ માટે સતત ડંફાસ મારી રહેલ આમ આદમીની સરકાર 500 સ્કુલો બનાવવાની વાત કરતી હતી તેમાંની એક પણ સ્કૂલ બની નથી. શાળાઓને કો-એજ્યુકેશનના નામે મર્જ કરી વિદ્યાર્થીઓની હાલાકીમાં આમ આદમી પાર્ટીએ માત્ર વધારો જ નહીં બલ્કે ગંભીર ગુનો આચર્યો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top