આશરે એક વર્ષ પસાર થવા છતાં પણ કોઝવેની કામગીરી પૂર્ણ ન થતાં ખેડૂતો મુશ્કેલીમાં
તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં સમાવેશ બાલંબા ગ્રુપ ગ્રામ પંચાયતના મૌજે બાલંબા ગામની સીમ વિસ્તારમાં આવેલ નાળા ઉપરથી મોટા ભાગના ખેડૂતો પોતના ખેત ઓજારો લઈને અવર જવર કરતા હોય છે4 જે ખેડૂતોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા લાખોના ખર્ચે કોઝવે બનાવા માટે મંજૂરી આપવામાં આવી હતી.બાલંબા ગામની સીમમાં કોઝવે બનાવવાની કામગીરી કોન્ટ્રાકટરને સોપવામાં આવેલ હોય જે કોઝવેની કામગીરી આશરે એક વર્ષથી શરૂ કરવામાં આવેલ છે.પણ કોઝવેની કામગીરી આજ દિન સુધી પૂર્ણ થયેલ નથી.
કુકરમુંડા તાલુકામાં સમાવેશ અનેક ગામોના ખેડૂતોઓની હજારો એકર જમીન આવેલ હોય જે જમીનમાં મોટા ભાગના ખેડૂતોઓના જમીનોમાં સિંચાઈની સુવિધા હોવાથી બારે માસ પાક ઉપજ લેતા હોય છે. જે ખેડૂતોઓ પોતાના ખેતરોમાં ખેત અજારો લઈને જવા કે લઈને આવવા માટે તેમજ ખેતરોમાં તૈયાર થયેલ પાક ઉપજને વેચાણ કરવા માટે કુકરમુંડા ખાતે આવેલ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિમાં કે નજીકમાં આવેલ મહારાષ્ટ્ર રાજ્યના અક્કલકુવા તાલુકાના બજાર પટ્ટાના ગામોમાં લઈ જવામાં આવે છે. ત્યારે ખેડૂતોને આ નાળા ઉપરથી જ પસાર થવું પડે છે.
બાલંબા ગામની સીમા વિસ્તારમાં નાળા ઉપર જે તે સમયે લોખોના ખર્ચે કોઝવે બનાવાનું કામ શરૂ કરવામાં આવતા આ વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. પરંતુ કોઝવે બનાવાની કામગીરી એક વર્ષથી ચાલી રહેલ હોવા છતાં પણ કામ પૂર્ણ નહી થતા ખેડૂતોમાં ફરી નારાજગી જોવા મળી રહી છે. કોઝવેની કામગીરી અધૂરી હોવાથી આ વિસ્તારમાં ખેતી ધરાવતા ખેડૂતોને ખેત અજારો લઈ આવવા લઈ જવા માટે ભારે મુશ્કેલી ઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી આ કોઝવેની કામગીરી કોન્ટ્રાકટર દ્વારા વહેલી તકે પૂર્ણ કરે તેવી માગ આ વિસ્તારના ખેડૂતોમાં ઉઠી છે.


.png)