રાજકારણ ગરમાયુ:વિધાનસભાની ચૂંટણી પહેલા વ્યારા કોંગ્રેસનાં 4 કોર્પોરેટર અને કાર્યકરો ભાજપમાં જોડાયા

0

 દિલીપભાઈ જાદવ , દ્રષ્ટિ અનુમોલા, કિતાબેન ચૌધરી અને કિરણ ભોંય સહિત 350નો ભાજપમાં પ્રવેશ




વ્યારા વિધાન સભા બેઠકનું કાર્યકર્તા સંમેલન આમલિયા ગ્રાઉંડમાં યોજાયુ હતુ. જેમાં કોંગ્રેસનાં 04 કોર્પોરેટર અને લાયન્સ હાર્ટ ગૃપનાં અધ્યક્ષ રાજુ જાધવ અને સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. તમામને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ખેસ પહેરાવી સ્વાગત કર્યુ હતુ. કોંગ્રેસની સાથે આપ અને બીટીએસનાં સમર્થકોએ પણ મોટી સંખ્યામાં ભાજપની કંઠી ધારણ કરી લેતાં રાજકારણ ગરમાયુ છે. હાલ ભાજપ શાસિત વ્યારા નગર પાલિકામાં માત્ર 06કોંગ્રેસનાં કોર્પોરેટરો હતાં. જેમાં વિરોધ પક્ષનાં નેતા સહિત ચાર કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ જતા શહેર કોંગ્રેસમાં સોંપો પડી ગયો છે.

વ્યારા ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કાર્યકતાઓને જણાવ્યુ હતુ કે ન ભુતો, ન ભવિષ્યતિ જીલ્લા માં આજાદી પછી ભાજપ આજ દિન સુધી વિધાનસભાની બેઠક કબ્જે કરી શક્યુ નથી, પણ હવે કોઇ કોંગ્રેસી નહીં ચુંટાય, કાર્યકર્તાઓ કોંગ્રેસને સમય પર ઓળખી ગયા છે.

ભાજપમાં જોડાયા અને બેઠા તે બધાં યુવાનો છે. સમયસર તેઓએ જોડાવાનો નિર્ણય કર્યો તેને અભિનંદન, કોંગ્રેસ વિચારતી હતી કે તેનો ટાયટેનિક જહાજ ક્યારે ડુબશે નહીં પણ અડધું ડુબી ગયુ. નહીં જોડાય તેઓને જળા સમાધિ કરવાનો સમય આવશે. સનિષ્ઠ કાર્યકર્તાઓને ભાજપ તેમાંથી બહાર કાઢવા, સાચવવા મદદ માટે ઉભી છે. દિશાવિહિન કોંગ્રેસમાં ઉપર પપ્પુ અને નીચે લલ્લુ, ખબર નહીં પડે કોની આગળ ચાલવાનું છે.

નરેન્દ્રભાઇ મોદી પર વિશ્વાસ મુકી જોડાયા તેને ભાજપનાં કાર્યકર્તાઓ ગુમાવશે નહીં. બે દિવસ પહેલાં આદિવાસી સમાજમાંથી આવેલ મહિલા દ્રોપદી મુર્મુને ગવર્નર અને હવે રાષ્ટપતિનો ઉમેદવાર બનાવ્યા છે. નરેંદ્ર મોદી નક્કી કરે તેની જીત નક્કી હોય, સામાન્ય શિક્ષિકા, કોર્પોરેટર,મંત્રી, ગવર્નર અને આજે સીધા ગવર્નર અને આજે સીધા રાષ્ટપતિ માટેની દાવેદારી, કોંગ્રેસ સમયમાં આવો કોઇ મોકો આદિવાસીને મળ્યો નથી. આદિવાસી મહિલા પહેલીવાર રાષ્ટપતિ બનવા જઈ રહી છે. કોંગ્રેસને 70 વર્ષમાં પ્રધાનમંત્રી કે રાષ્ટપતિ બનાવવા કોઇ આદિવાસી નેતા દેખાયો નથી. કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે વધુમાં જણાવ્યુ હતુ કે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા તમામ કોર્પોરેટરો, હોદ્દેદારોને તેના સમર્થકો સાથે ભાજપમાં તેમને યોગ્ય સ્થાન આપવામાં આવશે. જ્યાં અધિકાર હશે ત્યાં સ્થાન મળશે, તેની ખાત્રી આપી હતી.

આ પ્રસંગે તાપી જિલ્લા પ્રભારી- મંત્રી મુકેશભાઇ પટેલ, ભાજપ જિલ્લા સંઘઠન પ્રભારી અશોકભાઈ ધોરાજીયા, પ્રમુખ જયરામભાઈ ગામીત, સાંસદ પ્રભુભાઈ વસાવા, મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા, પુર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા, તાપી જિ.પં. પ્રમુખ સુરજભાઇ વસાવા, પુર્વ મંત્રી કાંતીભાઇ ગામીત, સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વ્યારા નગર પાલિકા માં કુલ 28 નગર સેવકો પેકી 22 સભ્યો ભાજપ ના હતા.જ્યારે 06 સભ્યો કોંગ્રેસ ના હતા.વોર્ડ ન 5 નાં દિલીપભાઈ જાદવ , દ્રષ્ટિ અનુમોલા, કિતાબેન ચોધરી, કિરણ ભોંય તેમજ વ્યારા નગર પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાજેશ પટેલ તેમજ વ્યારા શહેર યુવા મહામંત્રી અભિષેક ભદોરીયા,કોંગ્રેસ આગેવાન મઝહર કાઝી સહિત 350 થી વધુ આગેવાનો, કાર્યકતાઓ કોંગ્રેસને રામ રામ કરીભાજપ માં જોડાયા હતા.

વ્યારા લાયન હાર્ટ ગ્રુપમાં અધ્યક્ષ રાજુ જાદવ અને સભ્યો ભાજપની કંઠી પેહરી
વ્યારા નગર સહિત તાપી જિલ્લામાં વિવિધ સેવાકીય કામો કરતા લાયન હાર્ટ ગ્રુપ વ્યારા ના અધ્યક્ષ રાજુભાઈ જાદવ અને તેમના તમામ સભ્યો આજરોજ વિધિવત સી.આર. પાટીલ ના હસ્તે કંઠી પહેરી ભાજપમાં જોડાયા હતા જેની સાથે લાયન હાર્ટ ગ્રુપ ના રાજુ જાદવ અને ટીમ દ્વારા 400 થી વધુ રક્ત બોટલો નું રક્તદાન કેમ્પ કરી રક્ત એકત્ર કરી સી.આર. પાટીલ ની 95 લીટર રક્ત સાથે રક્તતુલા કરી હતી.

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top