વ્યારા પાલિકામાં વિરોધ પક્ષના નામ માત્ર રહી ગયો
વ્યારા નગરપાલિકા ખાતે ગત યોજાયેલી ચૂંટણીમાં નગરપાલિકાના 7 વોર્ડ પૈકી 28 સભ્યોની યોજાયેલી ચૂંટણીમાં ભાજપ 22 બેઠકો કબજે કરી હતી. જ્યારે કોંગ્રેસે એક વોર્ડમાં 4 બેઠક અને એક વોર્ડમાં 2 મળી કુલ 6 બેઠકો કબજે કરી હતી ગતરોજ વ્યારા નગરપાલિકામાં ભાજપ પ્રદેશ પ્રમુખ અધ્યક્ષ સી.આર.પાટીલ ની આગેવાનીમાં ચાર જેટલા નગરસેવકોએ ભાજપની કંઠી પહેરી લેતા નગરપાલિકામાં હવે વિરોધ પક્ષના નામ માત્ર રહી ગયો છે.
મળતી વિગતો મુજબ વ્યારા ખાતે રવિવારના રોજ ભાજપ માટે સારો દિવસ રહ્યો હતો. વ્યારા નગરપાલિકામાં ભાજપનું બળ પહેલાથી વધારે હતું અને તેમાં વધુ ચાર સભ્યો ઉમેરાઈ જતા પક્ષ તરીકે રહેલો કોંગ્રેસના માત્ર રહી ગયું છે. વ્યારા નગરપાલિકા માં આવેલા છે .
બે વર્ષ અગાઉ નગર પાલિકા માં નગર સભ્યોને યોજાયેલી ચૂંટણીમાં ભાજપે ભારે જહેમત ઉઠાવતા 28 પૈકી 22 બેઠકો કબજે કરી નગરપાલિકા પર ભાજપનો ભગવો લહેરાવી દીધો હતો. બીજી તરફ 6 જેટલી બેઠકો લઈને કોંગ્રેસ વિરોધ પક્ષની ભૂમિકા ભજવી રહ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ ના નગર પાલિકા ના સભ્યો ભાજપમાં જોડાવાની અનેક અટકળો ઉઠી રહી હતી.
જેનો રવિવારે અંત આવી ગયો હતો. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને વિવિધ ભાજપના હોદ્દેદારોની આગેવાનીમાં વ્યારા નગરના આંબલીયા ગ્રાઉન્ડમાં કોંગ્રેસના ચાર સભ્યો એ વોર્ડ ન 5 નાં દિલીપભાઈ જાદવ ,દ્રષ્ટિ અણમોલા, કિતાબેન ચોધરી, કિરણભાઈ ભોંય એ કોંગ્રેસ પક્ષ છોડી ભાજપ માં વિધિવત જોડાયા હતા. ભાજપ પાસે 26 નગર સભ્યો અને કોંગ્રેસના વિરોધ પક્ષમાં નામ માત્ર બે નગરસેવકો રહ્યા છે.



.png)