ધરપકડ:ટોકરવાના ખેતરમાં સંતાડેલો રૂ.39 હજારનો દારૂ ઝડપાયો

0

 દારૂ સંતાડનાર મિસ્ત્રીફળિયાના યુવકની અટક

                              


સોનગઢ તાલુકાના ટોકરવા ગામે રહેતો એક બુટલેગરના શેરડીના ખેતરમાંથી પોલીસે રૂપિયા 39,000ની કિંમતનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો. સોનગઢ તાલુકાના ટોકરવા ગામે મિસ્ત્રી ફળિયામાં રહેતો સુનિલ ઉર્ફે ડેડીયો દશરથ ભાઇ ગામીત પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી પોલીસને મળી હતી.

આ બાતમીના આધારે મંગળવારે બપોરે જિલ્લા પોલીસ ટીમના સભ્યોએ ઉપરોક્ત બુટલેગરના ઘરે રેડ કરી હતી. તપાસ દરમિયાન ઘરમાંથી વિદેશી દારૂ મળી આવ્યો ન હતો પરંતુ વધુ તપાસ કરતાં તેના ઘર ના પાછળ આશરે 200 મિટર પર આવેલા શેરડીના ઉભા પાક વાળા ખેતરમાંથી પાસ પરમિટ વિનાની ભારતીય બનાવટની વિદેશી દારૂની 686 બોટલ કે જેની કિંમત 39,000 થાય છે એ ઝડપી લીધી હતી. આ બનાવમાં સુનિલ ગામીત સામે પ્રોહીબિશન એક્ટના ભંગ બદલ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરી તેની અટક કરવામાં આવી હતી.

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top