ચોમાસાની નબળી શરૂઆત:તાપી જિલ્લામાં જૂન માસનો વરસાદ ગત વર્ષ કરતા અડધો જ

0

 ગત જૂનમાં જિલ્લામાં એવરેજ વરસાદ 117 મિમી હતો જ્યારે ચાલુ વર્ષમાં માત્ર 56 મિમી




ડાંગરના​​​​​​​ ધરૂ નાંખવા સહિતની તૈયારી કરી ચૂકેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

તાપી જિલ્લામાં ગત વર્ષેની સરખામણીમાં ચાલુ વર્ષે જૂન સુધી ચોમાસુ નબળું રહ્યું છે. તાપી જિલ્લો આકાશી ખેતી પર નભે છે, પરંતુ શરૂઆત ચાલુ વર્ષે જૂન માસમાં જિલ્લામાં એવરેજ 56 મિમી 4.34 ટકા જ એવરેજ વરસાદ નોંધાતા ખેડૂતોમાં ચિંતાની લહેર જોવા મળી છે. શરૂઆતમાં જ ખેડૂતો સારા વરસાદની આશાએ ખેતરોને સાફ સફાઈ કરી પૂરક તૈયારી કરી હોય, પરંતુ જૂન માસમાં પૂરતો વરસાદ નહીં આવતા ખેડૂતોને મુશ્કેલીમાં વધારો થયો છે. હાલ ખેડૂતોએ સારા વરસાદની આશાએ ડાંગરના ધરું નાખી દીધું છે. પરંતુ વરસાદ ખેંચાશે તો ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થવાની શક્યતા રહેલી છે.

તાપી જિલ્લા સાત તાલુકામાં વ્યારા, વાલોડ, સોનગઢ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા અને ડોલવાણમાં ખેડૂતો આકાશી ખેતી પર નભતા હોય છે. તાપી જિલ્લો આમતો લીલોછમ વિસ્તાર ગણાય છે, જેથી આ વિસ્તારમાં વરસાદ વધારે આવે છે. જિલ્લામાં છેલ્લા 20 વર્ષમાં એવરેજ 1338 મિમી વધુ વરસાદ નોંધાયો છે. તાપી જિલ્લામાં જૂન માસથી જ ખેડૂતો વરસાદના પાકોને તૈયાર કરી દેવાની કામગીરી કરી દે છે. ખેતરોને પણ સાફ-સફાઈ કરાવી આકાશી ખેતી માટે તૈયાર થઈ જતા હોય છે.

તાપી જિલ્લામાં આ વર્ષે જૂન માસ પૂરો થવા આવ્યો છતાં ખેતીલાયક વરસાદ નહી આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ગયો છે. છેલ્લા એક અઠવાડિયાથી વાદળછાયા વાતાવરણ બને છે, અને સારા વરસાદના અણસાર આવે છે. પરંતુ વરસાદી વાદળો વીખરાઈ જતા માફકસર વરસાદ આવતો નથી. જેને લઈને આકાશી ખેતી પર ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે. હાલ વરસાદ ખેંચાઈ જવાની મુશ્કેલી પણ સર્જાઈ શકે છે. જોકે ખેડૂતોને જુલાઈ માસમાં સારા વરસાદ થવાની આશા છે. ગત વર્ષે જુન માસમાં 8 ટકા જેટલો એવરેજ વરસાદ થયો હતો, જેની સરખામણીમાં ચાલુ વર્ષે માત્ર 4 ટકા એવરેજ વરસાદ નોંધાતા ખેડૂતોને મુશ્કેલી થઈ શકે છે.

8.34ની સરખામણીમાં આ વર્ષે 4.34 વરસાદ
તાપી જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ઓછો વરસાદ નોંધાયો હતો. ગત વર્ષે જૂન માસ પૂર્ણ થતાની સાથે તાપી જિલ્લામાં 117 મિમી વરસાદ સાથે એવરેજ 8.34 વરસાદ નોંધાયો હતો, જેની સામે વર્ષ 2022માં જૂન માસ પૂર્ણ થવાની સાથે 56 મિમી વરસાદ અને એવરેજ 4.34 મિમી વરસાદ નોંધાયો છે.

તાપી જિલ્લાનો સિઝનનો એવરેજ અને ગત 2 વર્ષનો જુનનો વરસાદ

તાલુકો

એવરેજ

2021

2022

સોનગઢ

1733

106

79

વ્યારા

1620

156

66

નિઝર

901

42

32

ઉચ્છલ

1049

32

37

ડોલવણ

1676

225

67

કુકરમુંડા

907

85

71

વાલોડ

1484

177

44

(*વરસાદના આંકડા મિમીમાં)

​​​​​​​​​​​​​​15 દિવસ વધુ વરસાદ ખેંચાય તો આ પાકોને અસર
હાલ જૂન માસ માં ઓછા વરસાદના કારણે તાપી જિલ્લાના વિવિધ પાકો પર અસર થવાની શક્યતા રહેલી છે. જેમાં તેલીબિયાં પાકો જેમાં મગફળી સોયાબીન તેમજ કઠોળના પાકોમાં તુવેર ,અડદ અને ધન્ય પાકોમાં ડાંગર અને જુવાર તેમજ કપાસના પાકોને મુશ્કેલ થવાની શક્યતા રહેલી છે.

જુલાઇમાં સારો વરસાદ પડે તો સમસ્યા ઉકેલાશે
તાપી જિલ્લામાં જૂન માસમાં ખેડૂતોએ ડાંગર માટે ધરું નાખી દેવાની સાથે અન્ય પાકોની તૈયારી કરી દીધી છે. હાલ જુલાઈમાં 15 દિવસથી વધુ વરસાદ ખેંચાય તો સમસ્યા વધશે.  ચેતનભાઈ ગરાસિયા, જીલ્લા ખેતીવાડી અધિકારી, તાપી

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top