ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને એનસીપી નેતા રેશ્મા પટેલને મહેસાણાની કોર્ટે ત્રણ મહિનાની જેલની સજા ફટકારી હતી. સાથે કોર્ટે એક હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. રેશ્મા પટેલ અને મેવાણી સહિત 12 આરોપીઓને કોર્ટે સજા ફટકારી હતી. 2017માં આઝાદી કૂચની રેલી સંદર્ભે મહેસાણા કોર્ટે સજા ફટકારી હતી. મંજૂરી વિના આઝાદી કૂચની રેલી યોજવામાં આવી હતી.
![]() |
આ મામલે NCP નેતા રેશ્મા પટેલે જણાવ્યું કે અમે કોર્ટના હુકમનું સન્માન કરીએ છીએ પરંતુ બીજેપીના રાજમાં જનતા માટે ન્યાય માંગવો પણ ગુનો છે. બીજેપી કાયદાનો ખોટો ડર બતાવી અમારો અવાજ દબાવી નહી શકે. અમે જનતાના ન્યાય માટે હંમેશા લડતા રહીશું.



.png)