GMDC ગ્રાઉન્ડ ખાતે PM મોદી: ધરતી માને પીડામાંથી મુક્ત કરવાની જવાબદારી આપણી

0

 


વડાપ્રધાન મોદીનું સંબોધન

દરેક ગામમાંથી 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા તૈયાર થાયઃ PM મોદી

દરેક ગામમાંથી 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માટે તૈયાર થાય. ખેતરમાં કેમિકલ નાખવાનું બંધ કરીને ધરતી માને પીડામાંથી મુક્ત કરવાની જવાબદારી આપણી છે.

દરેક ગામમાં 75 વૃક્ષો વાવવા માટે અપીલ

વડાપ્રધાન મોદીએ આઝાદીના 75 વર્ષની ઉજવણી સ્વરૂપે દરેક ગામમાં 75 વૃક્ષો વાવવા માટે ગામના આગેવાનોને અપીલ કરી. કહ્યું કે, ગુજરાતના ગામડાઓમાં અમૃત મહોત્સવનું આવું નાનકડું પણ મોટું કામ કરવું જોઈએ. PM મોદીએ નવા ચૂંટાયેલા પંચાયતના પ્રતિનિધિઓ પાસેથી વચન માંગતા કહ્યું, 'હું કહું એવા નાના નાના કામ કરશો? દર વર્ષે શાળાનો જન્મ દિવસ ઉજવો. શાળા શિક્ષકોની નથી, શાળા આપણા ગ્રામની પ્રાણશક્તિ છે. આઝાદીના અમૃતોત્સવ અંતર્ગત ઓગસ્ટ 2023 સુધીમાં 75 પ્રભાત ફેરી કરીએ.

ગુજરાતની પંચાયત વ્યવસ્થામાં પુરૂષો કરતા મહિલાઓનું પ્રતિનિધિત્વ વધું: PM મોદી

PM મોદીએ કહ્યું, ‘અહીં મોટા ભાગે બહેનો છે અને ગુજરાતનું સદ્ભાગ્ય છે કે ગુજરાતની પંચાયત વ્યવસ્થામાં પુરૂષો કરતા મહિલાઓ વધુ પ્રતિનિધિત્વ કરી રહી છે.

કોરોનાને ગામડામાં પહોંચતા મોઢામાં ફીણ આવી ગયાઃ PM મોદી

આટલી મોટી મહામારી, આખી દુનિયાને ચિંતામાં મુકી દીધી કોરોનાને ગામડામાં પહોંચતા મોઢામાં ફીણ આવી ગયા. કોરોનાના કાળખંડમાં અદભૂત વ્યવસ્થા વિકસાવી અને ગામડામાં મહામારીને પ્રવેશતી રોકી રાખવામાં ખૂબ કામ કર્યું.

પંચાયતી રાજના બંધુ ભગિનિને આદર પૂર્વક નમસ્કારઃ PM મોદી

લોક તંત્રના મૂળ મજબૂત કરતા પંચાયતી રાજના બંધુ ભગિનિને આદર પૂર્વક નમસ્કાર. અહીં આવીને પંચાયતથી પાર્લામેન્ટના દર્શન થયા. બાપુની ધરતી છે, સરદાર વલ્લભભાઈ પટેલની ધરતી છે. બાપુએ હંમેશા ગ્રામીણ વિકાસની વાત, આત્મનિર્ભર ગામની વાત, સશક્ત અને સમર્થ ગામની વાત સદા અને સર્વદા કહી છે, એટલે જ્યારે આઝાદીના અમૃતકાળમાં છીએ ત્યારે પૂજ્ય બાપુના સપના માટે આપણે પ્રતિબદ્ધ છીએ. ગ્રામીણ વિકાસ બાપુનું સૌથી પ્રમુખ સપનું હતું. લોકતંત્રની શક્તિ પણ ગ્રામ તંત્રમાં જોતા હતા.

3 મિનિટ હિંદીમાં સંબોધન કર્યા બાદ કહ્યું, 'કેમ છો બધા'

મુખ્યમંત્રીનું પ્રેરક સંબોધન

મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, ગુજરાત માટે આજનો દિવસ અવસરથી ઓછો નથી. ગ્રામ પંચાયતોને જાહેર વહીવટમાં પ્રાધાન્ય આપવાનો ગુજરાતનો ઈતિહાસ રહ્યો છે. મહાત્મા ગાંધીએ ગામડાઓને સક્ષમ બનાવવા પ્રેરણા આપી હતી. વડાપ્રધાને ગામડાઓની ગ્રાન્ટમાં ધરખમ વધારો કર્યો છે. હું સરપંચો વતી તમારો આભાર વ્યક્ત કરૂં છું. હાલમાં -ગ્રામ પંચાયત કેન્દ્રો પરથી 56 જેટલી સેવાઓ આપવામાં આવી રહી છે. આવકના દાખલા હવે ત્રણ વર્ષ માટે માન્ય ગણવાનો નિર્ણય લેવાયો છે. આવશ્યક હોય એવી સેવામાં એફિડેવિટમાંથી મુક્તિ આપી છે. બજેટમાં 4000 ગામોમાં ફ્રી WiFi સેવા આપવાનો નિર્ણય લીધો છે. ગામડાઓમાં એગ્રો ઈન્ડસ્ટ્રીઝ નિર્માણ પામી રહી છે.

 

GMDC ગ્રાઉન્ડ ખાતે પંચાયત મહાસંમેલનની શરૂઆત

વડાપ્રધાન મોદી ગુજરાત પંચાયત મહાસંમેલનમાં પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીનું મોમેન્ટો આપીને સ્વાગત કર્યું હતું. તેમના સાથે ગુજરાતના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા પણ ઉપસ્થિત રહ્યા હતા. GMDC ખાતે વડાપ્રધાને પંચાયતી રાજની કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું હતું. ત્યાર બાદ તેમણે 5 ટર્મથી સમરસ થતી ગ્રામ પંચાયતોના સરપંચોનું સન્માન કર્યું હતું.

વડાપ્રધાન મોદી રાજભવન ખાતેથી GMDC ગ્રાઉન્ડ જવા માટે રવાના

વડાપ્રધાન મોદી રાજભવન ખાતેથી GMDC ગ્રાઉન્ડ જવા માટે રવાના થયા છે. ત્યાં તેઓ પંચાયત મહાસંમેલનને સંબોધીત કરશે. 'મારૂં ગામ, મારૂં ગુજરાતથીમ પર યોજાનારા મહાસંમેલનમાં વડાપ્રધાન સરપંચો સહિત 1.50 લાખ લોકોને સંબોધન કરશે. પંચાયત મહાસંમેલનમાં સમગ્ર રાજ્યમાંથી ગ્રામપંચાયત, તાલુકા અને જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો હાજર રહેશે. પંચાયત સંમેલનમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રતિનિધિ તથા ધારાસભ્યો અને સાંસદ સભ્યો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. GMDC ખાતે તૈયાર કરવામાં આવેલા વિશાળ ડોમમાં બેસવા માટે 1 લાખથી વધારે ખુરશીઓ ગોઠવવામાં આવી છે. ઉપરાંત સુરક્ષાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

રાજભવન ખાતે સ્વાગત

ગાંધીનગર રાજભવન ખાતે  ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પ્રસંગે રાજભવનના વરિષ્ઠ અધિકારીઓએ પણ ઉપસ્થિત રહીને વડાપ્રધાનનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.

 

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top